Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચા-કોફી છોડો, આ યુવતી સવારે ઉઠતાની સાથે જ ગટગટાવે છે પેટ્રોલ! જુઓ ચોંકાવનારો Viral Video

કેનેડાની શેનન નામની યુવતી સવારે ઉઠતાની સાથે જ ચા-કોફીને બદલે પેટ્રોલ પીવાની વિચિત્ર અને જીવલેણ લત ધરાવે છે. અમેરિકાના એક રિયાલિટી શોમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. માનસિક તણાવ મુક્ત થવા માટે તે દિવસ-રાત પેટ્રોલ પીવે છે. તબીબોના મતે, આ એક દુર્લભ માનસિક બીમારી છે જેને 'પિકા ડિસઓર્ડર' (Pica Disorder) કહેવાય છે, જે શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
ચા કોફી છોડો  આ યુવતી સવારે ઉઠતાની સાથે જ ગટગટાવે છે પેટ્રોલ  જુઓ ચોંકાવનારો viral video
Advertisement
  • સવારે ઉઠતાની સાથે જ ચા-કોફી નહીં, પણ સીધું પેટ્રોલ પીવે છે આ યુવતી!
  • કેનેડાની રહેવાસી શેનનની આ અત્યંત ખતરનાક અને વિચિત્ર લત
  • અમેરિકાના પ્રખ્યાત રિયાલિટી શોમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • દિવસ-રાત પેટ્રોલની ચુસ્કીઓ લેતી યુવતીને જોઈને મોટા ડૉક્ટરો પણ દંગ
  • માનસિક હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું આ જીવલેણ આદત પાછળનું અસલી કારણ

My Strange Addiction Petrol :  સામાન્ય રીતે લોકો સવારે ઉઠતાની સાથે જ ગરમાગરમ ચા કે કોફીની ચુસ્કી લેવાનું પસંદ કરે છે. ઘણા લોકોની સવાર તો બેડ-ટી વિના પડતી જ નથી. પરંતુ જો અમે તમને કહીએ કે આ દુનિયામાં એક એવી પણ યુવતી છે જે રોજ સવારે ઉઠીને ચા કે કોફી નહીં પણ સીધું પેટ્રોલ ગટગટાવે છે, તો? તમને કદાચ આ એક મજાક લાગશે, પરંતુ આ વાત અક્ષરશઃ સાચી છે.

કેનેડા (Canada) માં રહેતી શેનન (Shannon) નામની એક યુવતી આજકાલ પોતાની આ અત્યંત ખતરનાક આદત એટલે કે પેટ્રોલ પીવાની વિચિત્ર લત (My Strange Addiction Petrol) ના કારણે સોશિયલ મીડિયા પર ભારે સુખર્ખીઓ બટોરી રહી છે. શેનનની આ જીવલેણ આદતનો સત્તાવાર ખુલાસો અમેરિકાના અત્યંત લોકપ્રિય ટીવી શો ‘માઈ સ્ટ્રેન્જ એડિક્શન’ (My Strange Addiction) માં કરવામાં આવ્યો હતો. આ ચોંકાવનારો કિસ્સો જોઈને સામાન્ય જનતા જ નહીં, પરંતુ મેડિકલ ક્ષેત્રના મોટા-મોટા તબીબો પણ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

Advertisement

સુગંધથી શરૂ થયો હતો આ ખતરનાક ખેલ

શેનનની આ વાર્તા જેટલી હેરાન કરનારી છે, તેટલી જ ડરામણી પણ છે. ટીવી શો દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, શરૂઆતમાં શેનનને પેટ્રોલની તીવ્ર સુગંધ ખૂબ જ ગમતી હતી. તે અવારનવાર પેટ્રોલની બોટલ કે કેન પાસે જઈને તેની ખુશબૂ સુંઘતી હતી. પરંતુ ધીમે-ધીમે આ આદત ક્યારે એક ગંભીર વ્યસનમાં બદલાઈ ગઈ, તેની તેને પોતે પણ ખબર ન પડી. સમય જતાં આ આદત તેના મન પર એટલી હાવી થઈ ગઈ કે તેણે નિયમિત રીતે પેટ્રોલ પીવાનું જ શરૂ કરી દીધું.

તણાવ દૂર કરવા માટે લે છે પેટ્રોલની ચુસ્કીઓ

તેણીના જણાવ્યા મુજબ, જ્યારે તે પેટ્રોલ પીવે છે ત્યારે તેની જીભ પર થોડી ધ્રુજારી કે ઝણઝણાટી થાય છે અને ગળામાં તીવ્ર બળતરા અનુભવાય છે. આમ છતાં, તે પોતાની જાત પર કાબૂ રાખી શકતી નથી. જ્યારે પણ તે માનસિક તણાવ (Stress) અથવા એકલતા અનુભવે છે, ત્યારે તે મનની શાંતિ મેળવવા માટે પેટ્રોલ પીવે છે. તે સવારે ઉઠતાની સાથે, દિવસમાં ઘણી વાર અને રાત્રે સૂતા પહેલા પણ પેટ્રોલની ચુસ્કીઓ લે છે. તેનો પરિવાર તેને રોકવાનો સતત પ્રયાસ કરે છે, પરંતુ તે ઘરના સભ્યોથી છુપાઈને પણ આ ઝેર પી લે છે.

મેડિકલ એક્સપર્ટ્સે આપી મોટી ચેતવણી

જ્યારે આ વિચિત્ર કેસ મેડિકલ એક્સપર્ટ્સ (Medical Experts) સમક્ષ આવ્યો ત્યારે તેમણે આ બાબતને અત્યંત ગંભીર અને જીવલેણ ગણાવી હતી. ડૉક્ટરોના મતે, પેટ્રોલ એક અત્યંત ઝેરી કેમિકલ (Toxic Chemical) છે, જેના સેવનથી ફેફસાં, લિવર, કિડની અને મગજને કાયમી નુકસાન થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય લત નથી પરંતુ એક દુર્લભ મેડિકલ કન્ડિશન છે, જેને 'પિકા ડિસઓર્ડર' (Pica Disorder) કહેવામાં આવે છે. આ માનસિક બીમારીથી પીડિત વ્યક્તિ અખાદ્ય વસ્તુઓ જેમ કે માટી, ચોક, પેઇન્ટ કે પેટ્રોલ પીવા તરફ આકર્ષાય છે, જે ઘણીવાર ગંભીર ડિપ્રેશનને કારણે વકરી શકે છે.

આ પણ વાંચો : ગિફ્ટ હોય તો આવી! સસરાએ જમાઈને ભેટમાં આપ્યા ચાંદીના કોલ્હાપુરી ચપ્પલ, કિંમત જાણી ચોંકી જશો

Tags :
Advertisement

.

×