8 Billion Years દૂરથી ધરતી પર આવ્યો સંદેશ, એલિયન્સે મોકલ્યું છે Signal?
- અંતરિક્ષના રહસ્યોને ઉજાગર કરવાની વૈજ્ઞાનિકોને તક મળી
- સૌ પ્રથમ 2007 માં Fast Radio Burst વિશે માહિતી મળી
- યૂરોપના એક અદ્યતન ટેલિસ્કોપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો
Mysterious Deep Space Radio Signal : અંતરિક્ષની દુનિયામાં એક એવી ઘટના સામે આવી છે. જેને કારણે દરેક દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ હચમચી ગઈ છે. તે ઉપરાંત વૈજ્ઞાનિકો પણ અસમંજસમાં પડી ગયા છે. જોકે આ સહસ્ય અંતરિક્ષમાંથી આવેલા એક Radio signal ને કારણે ઉદભવ્યું છે. કારણ કે... તાજેતરમાં એક Radio signal એ 8 મિલિયન પ્રકાશ વર્ષ બાદ ધરતીની કક્ષા પર વૈનિકોની નજર આવ્યું છે. તો આ Radio signal ને 20220610A તરીકે ઓળખવામાં આવ્યું છે. તે ઉપરાંત આ એક FRB (Fast Radio Burst) તરંગ છે. ત્યારે Fast Radio Burst એ વૈજ્ઞાનિકોમાં એક કૂતુહલ પેદા કરે છે. ત્યારે આ Fast Radio Burst ની ઉત્પત્તિ હાલમાં વૈજ્ઞાનિકો માટે મુંઝવણ બની ગઈ છે.
અંતરિક્ષના રહસ્યોને ઉજાગર કરવાની વૈજ્ઞાનિકોને તક મળી
Fast Radio Burst માં ન્યૂટ્રોન તારાઓથી લઈને ખગોળીઓ ગ્રહોની ઉત્પત્તિ વિશેની માહિતી સામે આવી છે. ત્યારે આ Fast Radio Burst ના માધ્યમથી બ્રહ્માંડના નિર્માણની માહિતી વૈજ્ઞાનિકો મેળવી શકે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે Fast Radio Burst એ અંતરિક્ષના રહસ્યોને ઉજાગર કરવાની વૈજ્ઞાનિકોને તક મળી છે. તો Fast Radio Burst ને લઈ એવી માહિતી સામે આવી છે કે, આ અન્ય કોઈ આકાશગંગામાંથી ધરતી પર આવ્યા છે. ત્યારે આ Fast Radio Burst માં એવી ઘટનાઓની ઝલક જોવા મળી છે, જે ઘટનાઓ પર વૈજ્ઞાનિકો છેલ્લા દશકોથી કામ કરી રહ્યા છે. તો Macquarie University ના Dr Stuart Ryder ને આ તરંગોની કમાન સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: US Air Force એ પરમાણુ બોમ્બથી સજ્જ એરક્રાફ્ટને કર્યું તૈયાર, જુઓ વીડિયો
This article from https://t.co/cGkWUiu1jK reports on the recent detection of a powerful radio signal, FRB 20220610A, which originated 8 billion years ago. The signal, classified as a fast radio burst (FRB), is one of the most distant and energetic radio signals ever observed. 📡 pic.twitter.com/9CnmqSYH8u
— Unity Eagle (@UnityEagle) September 16, 2024
સૌ પ્રથમ 2007 માં Fast Radio Burst વિશે માહિતી મળી
Dr Stuart Ryder એ એક ખાસ ટીમ નિયુક્ત કરી છે. જે આ Fast Radio Burst ની ચકાસણી કરી રહ્યા છે. ત્યારે Fast Radio Burst ના અભ્યાસ માટે ખાસ અદ્યતન તકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે... વૈજ્ઞાનિકોને આશા છે કે, આ તરંગોના અભ્યાસના માધ્યમથી બ્રહ્માંડની શરૂઆતની ગતિવિધિઓ વિશે માહિતી મળી શકે છે. જોકે Fast Radio Burst નું જીવન સામાન્ય રીતે માત્ર ગણતરીના સમય પૂરતું હોય છે. ત્યારે સૌ પ્રથમ 2007 માં Fast Radio Burst વિશે વૈજ્ઞાનિકોને માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યારે દુનિયાભરના વૈજ્ઞાનિકોનું આ Fast Radio Burst એ પોતાની તરફ ધ્યાન કેન્દ્રીક કર્યું હતું.
યૂરોપના એક અદ્યતન ટેલિસ્કોપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો
Fast Radio Burst ની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. તેના માટે વૈજ્ઞાનિકો Australian Square Kilometre Array Pathfinder નો ઉપયોગ કરી રહ્યા છે. Dr Stuart Ryder જણાવે છે કે, Pathfinder આ Radio signal વિશે માહિતી સચોટ આપે છે. તો મૂળ સ્વરૂપે Radio signal ક્યાંથી આવ્યા છે, તેના વિશે માહિતી આપે છે. તે ઉપરાંત યૂરોપના એક અદ્યતન ટેલિસ્કોપનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની મદદથી આ Radio signal કઈ આકશગંગામાંથી સામે આવ્યા છે, તેને વિશે માહિતી પ્રાપ્ત કરી શકાશે.
આ પણ વાંચો: iPhone 13 ને માત્ર 25 હજારમાં આ સેલના માધ્યમથી મેળવી શકશો!