Nashik Truck Accident : ટ્રક ચાલકે ગુમાવ્યો કાબુ, પછી જે થયું તે જોઈને ચોંકી જશો, CCTV વીડિયો વાયરલ
Nashik Truck Accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ફ્લાયઓવર પરથી ટ્રક નીચે ખાબકતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતમાં ટ્રક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.
Advertisement
Nashik Truck Accident : મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક (Nashik) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે, જેમાં એક ઝડપી ટ્રક (Truck) ફ્લાયઓવર (Flyover) પરથી સીધો નીચે ખાબક્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજાઓ (Serious Injuries) પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

