Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

New walking shark species : માત્ર તરતી જ નહીં, પણ દરિયાના તળિયે ચાલતી શાર્ક મળી!

New walking shark species : શાર્ક વિશે વિચારતાં જ એક ખતરનાક શિકારીની છબી મગજમાં આવે, પરંતુ વૈજ્ઞાનિકોએ પાપુઆ ન્યુ ગિનીના મિલ્ને બે વિસ્તારમાં એક એવી અનોખી શાર્ક શોધી છે, જે પાણીમાં તરવાની સાથે ચાલી પણ શકે છે! DNA ટેસ્ટિંગથી 'હેમિસિલિયમ ડજિયોની' નામની આ 10મી 'વોકિંગ શાર્ક' પ્રજાતિની પુષ્ટિ થઈ છે. જોકે, પર્યાવરણીય નુકસાનના કારણે આ દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ પર લુપ્ત થવાનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.
new walking shark species   માત્ર તરતી જ નહીં  પણ દરિયાના તળિયે ચાલતી શાર્ક મળી
Advertisement

New walking shark species : શાર્કનું નામ સાંભળતા જ આપણા મગજમાં સમુદ્રના એક ખતરનાક અને ઝડપી શિકારીની છબી ઊભી થાય છે. પરંતુ, શું તમે ક્યારેય એવી શાર્ક વિશે સાંભળ્યું છે જે પાણીમાં તરવાની સાથે-સાથે ચાલી પણ શકે છે? વિજ્ઞાનીઓએ તાજેતરમાં જ પાપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે એક એવી શાર્કની ઓળખ કરી છે, જે પોતાના આગળના ભાગની પાંખોનો (પેક્ટોરલ ફિન) ઉપયોગ પગની જેમ કરીને સમુદ્રના તળિયે અને પરવાળાના ખડકો (કોરલ રીફ) પર ચાલે છે.

Tags :
Advertisement

.

×