મેરઠથી ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શનિવારે સવારે અહીંના દૌરાલા સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં ટ્રેનના બે ડબ્બા આગમાં ખાક થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોચના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.પ્રાથમિક તપાસમાં ટ્રેનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેનના બ્રેક જામને કારણે આ દુર્ઘટના થઈ હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ અકસ્માત પાછળનું કારણ શું હતું તે તપાસ બાદ જ જાણવા મળશે. રેલ્વે અધિકારીઓએ આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. #WATCH | Uttar Pradesh: Fire broke out in engine & two compartments of a Saharanpur-Delhi train, at Daurala railway station near Meerut.Passengers push the train in a bid to separate the rest of the compartments from the engine and two compartments on which the fire broke out. pic.twitter.com/Vp2sCcLFsd— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022 સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન શનિવારે સવારે દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચી, દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલા જ 2 કોચ અને એન્જીનમાં આગ લાગી હતી, ત્યારબાદ ટ્રેનને દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી. આ દરમિયાન મુસાફરોએ સમજદારી દાખવી અને રેલ્વે કર્મચારીઓની સાથે મળીને ટ્રેનના અન્ય કોચને આગના ડબ્બામાંથી બહાર કાઢીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા, આ રીતે ટ્રેનના અન્ય ડબ્બા આગની ઝપેટમાં આવતા બચી ગયા.ભારે ટ્રેનને ખેંચવી કે ધક્કો મારવો એ અકલ્પનીય લાગે છે. પરંતુ જ્યારે સેંકડો લોકોએ એક દિશામાં તાકાત લગાવી ત્યારે આખી ટ્રેનને લોકોએ એવી રીતે ખેંચી લીધી કે જાણે તેઓ કોઈ કાર કે ઓટોને ધક્કો મારતા હોય. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને એકતાની શક્તિ કહી રહ્યા છે.