દેશભરમાં મુસ્લિમ મહિલાઓનો હિજાબ પહેરવાનો મુદ્દો ગરમાયેલો છે. આ મુદ્દે અલગ અલગ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ત્યારે બિગ બોસ-11ની કન્ટેસ્ટન્ટ રહેલી મહજબી સિદ્કીએ આ મદ્દે એક એલાન કર્યું છે.મહજબીએ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને શેર કર્યું છે કે, તે અલ્લાહના રસ્તા પર ચાલશે અને હંમેશા હિજાબ પહેરશે. બિગ બોસ-11માં નજરે પડેલી મહજબીએ પોતાની પોસ્ટમાં એમ પણ કહ્યું કે, તે સના ખાનથી ઇન્સપાયર થઇને ગ્લેમરની દુનિયાથી કંટાળી ગઇ છે અને હવે હંમેશાં હિજાબ પહેરવાનો નિર્ણય કર્યો છે. મજહબીની આ પોસ્ટ હાલમાં સોશિયલ મિડીયામાં છવાયેલી છે. મહજબીએ પોસ્ટમાં લખ્યું છે કે, હું આ એટલા માટે લખું છું કારણકે હું છેલ્લાં બે વર્ષથી હેરાન હતી, મને ખબર નહોતી પડતી કે એવું શું કરું જેનાથી મને શાંતિ મળે, માણસ જ્યારે કોઇ ગુનો કરે તો તો તે ગુન્હાની અસર તો થોડી વારમાં ખતમ થઇ જાય છે, પરંતું ગુન્હો કયામત સુધી રહે છે. મહેજબીએ આગળ લખ્યું - મને હવે સમજાયું કે મારી વાસ્તવિક જિંદગી ભૂલીને હું જિંદગી જીવી રહી છું. અલ્લાહની અનાદર કરીને, વ્યક્તિ ક્યારેય શાંતિ મેળવી શકતો નથી.તમે લોકોને ખુશ કરવા માટે ગમે તેટલું સારું કરો અને તમે ગમે તેટલો સમય આપો તો પણ લોકો તમારી કદર નહીં કરે.મેહજબીએ પોતાની પોસ્ટમાં સના ખાનનો ઉલ્લેખ કરતાં લખ્યું - હું સના ખાન બહેનને 1 વર્ષથી ફોલો કરી રહી હતી. મને તેમના વિચારો ખૂબ ગમ્યાં તેમને જોઇને મારી અંદર પોતાની જાતને સાંભળવાનો શોખ જાગ્યો.