Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નિર્દોષ ગદર્ભની વગર વાંકે કરી પીટાઇ, પછી ગદર્ભે લીધા ક્લાસ, જુઓ વીડિયો

જેસી કરની વેસી ભરની હિન્દીની આ કહેવત તો આપ સૌએ સાંભળી જ હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક  વિડીયોમાં આ કહેવત યર્થાથ ઠરતી દેખાય છે. આ વિડીયોમાં  જોઇ શકાય છે કે એક શખ્સ ગદર્ભને વગર વાંકે મારી રહ્યો છે. ગદર્ભના ગળામાં એક દોરડુ બાંધેલું છે. આ શખ્સ એક હાથે આ દોરડુ પકડીને ગદર્ભને મુક્કા પર મુક્કા મારી રહ્યો છે.એટલું જ નહીં તેના ગળાના ભાગે લાતો પર લાતો મારી રહ્યો છે. કોઇને પણ  વિડીયો જોઇનà
નિર્દોષ ગદર્ભની વગર વાંકે કરી પીટાઇ  પછી ગદર્ભે લીધા ક્લાસ  જુઓ વીડિયો
Advertisement

જેસી કરની વેસી ભરની હિન્દીની આ કહેવત તો આપ સૌએ સાંભળી જ હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક  વિડીયોમાં આ કહેવત યર્થાથ ઠરતી દેખાય છે. આ વિડીયોમાં  જોઇ શકાય છે કે એક શખ્સ ગદર્ભને વગર વાંકે મારી રહ્યો છે. ગદર્ભના ગળામાં એક દોરડુ બાંધેલું છે. આ શખ્સ એક હાથે આ દોરડુ પકડીને ગદર્ભને મુક્કા પર મુક્કા મારી રહ્યો છે.એટલું જ નહીં તેના ગળાના ભાગે લાતો પર લાતો મારી રહ્યો છે.

 કોઇને પણ  વિડીયો જોઇને ગદર્ભ પર દયા આવી જાય. આ શખ્સ આટલેથી નથી અટકતો. તે બાદમાં ગદર્ભ પર ચઢી જાય છે.અને પછી તેને મુક્કા મારવા પ્રયાસ કરે છે.પરંતુ આ દરમ્યાન જ ગદર્ભ આ શખ્સનો પગ મોંમા લઇ લે છે. અને પછી જે થાય છે તે જોઇને આપને ખરેખર આનંદ થશે. 
આનંદ એટલા માટે કે આ શખ્સે થોડીવાર પહેલા આ નિર્દોષ પ્રાણી સાથે જે કરતૂત કરી હતી.તેનું તમામ ફળ તેને મળી જાય છે. ગદર્ભ આ શખ્સનો પગ મોંમા લઇને તેને ચારે તરફ ફંગોળે છે. દર્દનો માર્યો આ શખ્સ ચીસાચીસ કરી મુકે છે તેણે થોડીવાર પહેલા આ મુંગા પ્રાણી ને મારવાનું જે પાપ કર્યુ .તેનું તમામ ફળ તેને મળી જતું આ વિડીયોમાં જોઇ શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.

×