કોરોના બાદ લોકોમાં ઘરે બેઠાં વેબ સિરીઝ જોવાનો ક્રેઝ વધ્યો છે.હાલમાં OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝની ભરમાર છે. વેબ સિરીઝોમાં સસ્પેન્સ એલિમેન્ટના કારણે દર્શકનો સારો પ્રતિસાદ મળી રહે છે. જો તમે પણ વેબ સિરિઝના શોખીન છો તો, આ વીકેન્ડમાં MX પ્લેયર્સ પર જુઓ આ વેબ સિરિઝ... દરેક એપિસોડમાં નવા સસ્પેન્સ સાથે તમને જોવાં મળશે ક્રાઇમ થ્રિલર,અને રોમાન્સનો જબરદસ્ત અંદાજ !આશ્રમ- બોબી દેઓલની હિટ વેબ સિરિઝ 'આશ્રમ'ના સિઝન1ની સફળતા બાદ સિઝન -2ના બે એપિસોડ હાલમાં એમ MX પ્લેયર્સ પર રિલિઝ થયાં છે. આ સિરિઝમાં એક ઢોંગી બાબાની વાર્તા દર્શાવાઇ છે. આ સિરિઝ તેની સિઝન-1થી જ ખૂબ ચર્ચામાં છે. હેલો મિની જો તમે સસ્પેન્સ થ્રિલરના શોખીન છો, તમને આ સિરિઝ ખૂબ ગમશે. જોકે આ સિરિઝમાં ઘણાં બોલ્ડ સીન્સ છે. જેના 15 એપિસોડ છે. આ સિરિઝની સિઝન 2 પણ આવી ચૂકી છે.દૌલતાગંજMX પ્લેયરની વેબ સિરીઝ 'દૌલતાગંજ'માં તમને સસ્પેન્સ, ક્રાઇમ અને એક્શન ત્રણેય એક સાથે જોવા મળશે. પાત્રોના મજબૂત સંવાદો અને કોમેડી વાર્તા આ વેબ સિરીઝને વધુ રસપ્રદ બનાવે છે.ભૌકાલતેના નામ પ્રમાણે જ 'ભૌકાલ' જ આ વેબ સિરીઝમાં પણ જોવા મળશે. તેમાં ક્રાઈમ થ્રિલરની સાથે જબરદસ્ત એક્શન પણ છે. જો તમે એક્શન થ્રિલરના શોખીન છો અને તમે હજી સુધી આ વેબ સિરિઝ જોઈ નથી, તો તમારે તે ખરેખર જોવી જોઈએ.બારકોડ-MX પ્લેયરની વેબ સિરીઝ 'બાર કોડ' એક ક્રાઈમ થ્રિલર છે. જે બે મિત્રો સાહિલ ચોપરા અને વિકી અરોરાની આસપાસ ફરે છે.OTT પ્લેટફોર્મ પર રિલિઝ થયેલી વેબ સિરિઝમાં આ સિરિઝ છે ટોપમાં IMDBના રેટીંગ અનુસાર ફ્રેન્ડ્સ 9.1 સાથે સૌથી મોસ્ટ જોવાયેલી સિરિઝ છે. જ્યારે નાર્કોસ 8.9 રેટીંગ સાથે નંબર -2 પર છે. રેટીંગ -9.1/10 ફ્રેન્ડ્સ રેટીંગ 8.9/10 નાર્કોસ રેટીંગ 8.8/10 બેક મિરર રેટીંગ 8.8/10 સટ્રેનેજર થીંગ રેટીંગ.7/10 સ્કેડ ગેમ્સ રેટીંગ 8.6/10 માઇન્ડ હંટર રેટીંગ8.6/10 સેક્સ એજ્યુકેશન રેટીંગ8.3/10 ચિલિંગ એડવેચર્ચસ ઓફ સબ્રિના