અમેરિકામાં તાજેતરમાં જ એક વ્યકિતિને ખબર પડી કે તેની જીભમાં કોઇ અલગ જ પ્રકારના ફેરફાર થઇ રહ્યાં છે. તેની જીભનો રંગ બદલાઇ ગોય હતો અને તેની જીભ કાળી પડતી હતી. આ 50 વર્ષીય વ્યક્તિનો પરિવાર અને ડોકટરો પણ તેની આ આશ્ચર્યજનક પરિસ્થિતિથી ચોંકી ગયા હતા. જીભ ઉપર કાળા રંગનું જાડું પડઆ વ્યક્તિની જીભ ઉપર કાળા રંગનું જાડું પડ બનતું દેખાતું હતું. ડૉક્ટરોએ જણાવ્યું કે આ વ્યક્તિ બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમથી પીડિત છે. આ બીમારી લાખો માં એક વ્યક્તિને થઇ શકે છે. આ વ્યક્તિને બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ થવાના ત્રણ મહિના પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. હ્રદય રોગના હુમલા બાદથી તે પ્રવાહી ડાયટ પર હતો. ડૉક્ટરોનું માનવું છે કે આ બીમારી હાર્ટ એટેક, નબળાઇ અને પછી આહારના કારણે પણ થઇ હોઈ શકે છે.આ બીમારી જીભની મૃત ત્વચાના કોષોને લીધે થાય બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમ એક સામાન્ય હાનિકારક સ્થિતિ છે, પરંતુ તે દુર્લભ છે. જ્યારે જીભની ઉપરના મૃત ત્વચાના કોષો બહાર આવે છે અને અને જામી જાય છે, જેના કારણે જીભ જાડી થવા લાગે છે. આ બીમારી જીભની મૃત ત્વચાના કોષોને લીધે થાય છે. જીભની પેપિલી, જે આખી જીભ પર હોય છે, જેને જીભની ટેસ્ટબડ કહેવામાં આવે છે. આ બીમારી વિશે જામા ડર્મેટોલોજી જર્નલમાં એક રિસર્ચ પણ પ્રકાશિત થયો છે.બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમમાં પેપિલી મૃત ત્વચા કોષોના જાડા પડ વચ્ચે ખોરાક અને પીણાના કણો એકઠા કરવાનું શરૂ કરે છે. જેના કારણે જીભ પર બેક્ટેરિયા અને યીસ્ટ જમા થાય છે. આ બીમારી માટેના કારણો આ વ્યક્તિના બ્લેક હેરી ટંગ સિન્ડ્રોમમાં દેખાતો પીળો રંગ તેના ખાવા-પીવાના કારણે હોઈ શકે અથવા આ રોગ એન્ટી બાયોટિક્સની આડ અસરના કારણે હોઈ શકે છે અથવા તો મોંમાં ગંદકીને કારણે, મોં સુકાાઇ જવાને કારણે, ધૂમ્રપાન અથવા વાસી ખોરાક ખાવાથી પણ થઇ શકે. મોંને યોગ્ય રીતે સાફ રાખવું જરૂરી આ બીમારીની સારવાર માટે કહેવામાં આવ્યું કે તે પોતાની જીભની જાળવણી માટે મોંને યોગ્ય રીતે સાફ કરવાનું રહેશે. સાથે થોડી તબીબી સારવાર પણ આપવામાં આવી હતી. 20 દિવસ પછી આ વ્યક્તિની જીભ ફરીથી સામાન્ય માણસની જીભની જેમ સામાન્ય થઈ જશે.