Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં રેવ પાર્ટીનો ક્રેઝ! દારૂ, ડ્રગ્સ અને હુક્કાના નશામાં ધૂત યુવા પેઢી

Rave Party માં મોટાભાગના યુવાઓ યુનિવર્સિટીના હતાં ડ્રગ્સના નશામાં યુવક-યુવતીઓ નજરે આવ્યા હતાં 35 લોકોની સાથે ચાર મુખ્ય આરોપીઓની અટકાયત Noida Rave Party Videos: ઉત્તર પ્રદેશના Noida માં હાઈરાઈજ સોસાયટીના એક ફ્લેટમાં એક હાઈ પ્રોફાઈલ Rave Party નો મામલો...
ભારતમાં રેવ પાર્ટીનો ક્રેઝ  દારૂ  ડ્રગ્સ અને હુક્કાના નશામાં ધૂત યુવા પેઢી
Advertisement
  • Rave Party માં મોટાભાગના યુવાઓ યુનિવર્સિટીના હતાં

  • ડ્રગ્સના નશામાં યુવક-યુવતીઓ નજરે આવ્યા હતાં

  • 35 લોકોની સાથે ચાર મુખ્ય આરોપીઓની અટકાયત

Noida Rave Party Videos: ઉત્તર પ્રદેશના Noida માં હાઈરાઈજ સોસાયટીના એક ફ્લેટમાં એક હાઈ પ્રોફાઈલ Rave Party નો મામલો સામે આવ્યો છે. આ ફ્લેટની અંદર અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ નશામાં રેલમછેલ થઈને સોસાયટીમાં હાહાકાર મચાવ્યો હતો. પરંતુ જ્યારે સોસાયટીના અન્ય લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી, અને ત્યારે પોલીસ આવીને આ ફ્લેટની મુલાકાત લીધી, તો પોલીસ પણ ત્યાં જોયેલો નજરો જોઈને ચોંકી ગઈ હતી. જોકે આ Rave Party ની અંદર મોટાભાગના લોકોની ઉંમર 19-21 હતી.

Rave Party માં મોટાભાગના યુવાઓ યુનિવર્સિટીના હતાં

Noida પોલીસના જણાવ્યા અનુસાર, Noida ના સેક્ટર 126 માં આવેલી સુપરનોવા ઈમારતના એક ફ્લેટમાં ગઈકાલની મોટી રાત્રે Noida પોલીસે રેડ પાડી હતી. પોલીસે જ્યારે રેડ મારી હતી, ત્યાં અનેક યુવક-યુવતીઓ મળી આવ્યા હતાં. ત્યારે તેમને માલૂમ પડ્યું હતું કે, અહીંયા Rave Party નું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ Rave Party ના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. ત્યારે આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુવાઓ Rave Party નો આનંદ માણી રહ્યા છે. આ Rave Party માં મોટાભાગના યુવાઓ Amity University Noida ના હતાં.

Advertisement

Advertisement

આ પણ વાંચો: PM મોદીએ વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો, પીડિતોને મળશે

ડ્રગ્સના નશામાં યુવક-યુવતીઓ નજરે આવ્યા હતાં

પરંતુ આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિએ નશાની હાલતમાં દારૂની બોટલ ફ્લેટની નીચે ફેંકી દીધી હતી. સંજોગોવશાત આ બોટલથી કોઈ જાનહાની સામે આવી ન હતી. પરંતુ ત્યારબાદ સોસાયટીના અન્ય લોકોને આ Rave Party વિશે માલૂમ પડ્યું હતું. ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી. ત્યારે તુરંત પોલીસ સુપરનોવા ઈમારત પહોંચી હતી. અને તપાસ શરું કરી હતી. તો પોલીસે જ્યારે શંકાસ્પદ ફ્લેટની મુલાકાત લીધી, તો ત્યાં દારૂ અને ડ્રગ્સના નશામાં યુવક-યુવતીઓ નજરે આવ્યા હતાં. આ Rave Party ના આયોજનનો એક વીડિયો વાયરલ થયો હતો.

35 લોકોની સાથે ચાર મુખ્ય આરોપીઓની અટકાયત

તેમા જણાવવામાં આવ્યું હતું કે, આ Rave Party રાત્રે 8 કલાકે શરું થશે. અને આ Rave Party નો આનંદ માણવા માટે ઈચ્છુક વ્યક્તિઓ પૈકી છોકરીઓએ 500 રુપિયા અને છોકરાઓએ 1000 અને કપલે 800 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફ્લેટમાં નિયમો વિરુદ્ધ Rave Party નું આયોજન કરવા બદલ 5 આરોપીઓ અને અન્ય 35 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સેક્ટર 126 પોલીસ સ્ટેશન દ્વારા 35 લોકોની સાથે ચાર મુખ્ય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Kangana Ranaut : "તમે તમારી તલવાર ઉપાડો....."

Tags :
Advertisement

.

×