Viral Video: એક પગ કબરમાં.....પણ કાકાથી નથી છુટી રહી બે પેગ મારવાની લત- વીડિયો જોઈને તમે પણ હસશો
- એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે
- એક કાકા NG ટ્યુબથી દારૂ પી રહ્યા છે
- યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયા
Viral Video: કલ્પના કરો કે તમે બિમાર છો અને તમારા જીવન માટે લડી રહ્યા છો અને પરિસ્થિતિ એવી છે કે તમને નાસોગેસ્ટ્રિક ટ્યુબ (NG ટ્યુબ) દ્વારા બધુ જ ખાવા-પીવાનું આપવામાં આવી રહ્યું છે, તો પછી તમે એવી વસ્તુઓથી દૂર રહેશો જે તમને નુકસાન પહોંચાડી શકે અને તમે પહેલા જેવા બનવા માટે પ્રયાસો કરશો. પરંતુ એક કાકા જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, તે ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં પણ પોતાનો શોખ પૂરો કરી રહ્યા છે.
કાકાથી દારૂની લત છૂટી રહી નથી. કાકા નાસોગેસ્ટ્રિક ટ્યુબ (NG ટ્યુબ) નો ઉપયોગ દારૂ પીવા માટે કરી રહ્યા છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શું છે વીડિયોમાં
વીડિયોમાં લગભગ 80 વર્ષના એક વૃદ્ધ માણસ રસ્તા પર બેઠેલા જોઈ શકાય છે, તેમના નાકમાં નાસોગેસ્ટ્રિક ટ્યુબ (NG ટ્યુબ) લગાવેલી છે, જેનો અર્થ એ છે કે ડૉક્ટરે તેમને ફક્ત લિક્વિડ લેવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં, આ કાકા આ નાસોગેસ્ટ્રિક ટ્યુબનો દુરુપયોગ કરતા જોવા મળે છે. કાકા પહેલા દારૂ લે છે અને તેને નાસોગેસ્ટ્રિક ટ્યુબમાં નાખે છે અને તેને સીધા નાક દ્વારા અંદર લઈ લે છે. આવી સ્થિતિમાં પણ કાકાથી નશાની લત છુટી રહી નથી. જોનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિચારી રહ્યા છે કે કાકા તો મોતને પણ સામે બોલાવીને માત આપવાની હિંમત રાખે છે.
चचा अपनी आखिरी ख्वाइश पूरी करते हुए
😳😳😳😳😳😳😳 pic.twitter.com/KWXKwfGfnX— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) May 23, 2025
આ પણ વાંચો : Viral Video : ભાભીજીએ તો આખો માહોલ જ બદલી દીધો, બોલિવૂડના ગીત પર લગાવ્યા ઠુમકા વીડિયો થયો વાયરલ
દાખલ થવા આવ્યા ને દારૂ પીવા લાગ્યા
આ દ્રશ્ય એક હોસ્પિટલની બહારનું છે જ્યાં કાકા કદાચ દાખલ થવા માટે આવ્યા છે અને બહાર બેઠા બેઠા પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. પણ રાહ જોતા જોતા, કાકાને દારુની એવી તલપ લાગી કે કાકા પોતાનો ડર અને લાચારી બાજુમાં રાખીને દેશી દારૂ પીવા લાગ્યા. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જોકે, દારૂ પીવો સ્વાસ્થ્ય અને સમાજ માટે કોઈપણ રીતે ફાયદાકારક નથી. તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે.
યુઝર્સની પ્રતિક્રિયા
આ વીડિયો @HasnaZaruriHai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... કાકાએ તો મારુ ફ્યુચર બતાવી દીધુ. અન્ય યુઝરે લખ્યું... પ્રાણ જાયે પર દારૂ ન જાયે. જ્યારે અન્ય યુઝરે લખ્યું...વાહ કાકા, તમે તો મોજ કરી દીધી.
આ પણ વાંચો : Salman Khan એ ધાંસુ સ્ટાઈલથી Sikandar ની OTT રિલીઝની કરી જાહેરાત