Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Parle-G એ નવો ફ્લેવર લોન્ચ કરતા ટીખળ, યુઝરે લખ્યું, 'મારા કરિયર કરતા વધારે બિસ્કિટમાં અપડેટ'!

પારલે-જી બિસ્કિટનું ભારતીય પરિવારોમાં આગવું સ્થાન છે, અને તે ઘર ઘર સુધીમાં પહોંચવામાં સફળ રહ્યું છે. સસ્તામાં સારી ક્વોલિટીના બિસ્કિટ આપવા માટે કંપની જાણીતી છે. હાલવા વર્ષોમાં કંપની દ્વારા વિવિધ પ્રકારના ફ્લેવર્સ સાથે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. જેને લોક સરાહના મળી રહી છે, સાથે જ ઇન્ટરનેટ પર યુઝર્સ બિસ્કિટનું અનબોક્સિંગ કરીને તેનું માન વધારી રહ્યા છે.
parle g એ નવો ફ્લેવર લોન્ચ કરતા ટીખળ  યુઝરે લખ્યું   મારા કરિયર કરતા વધારે બિસ્કિટમાં અપડેટ
Advertisement
  • પારલે-જી બિસ્કિટે ભારરમાં ઘરઘરમાં પોતાનુ સ્થાન જમાવ્યું છે
  • કંપની દ્વારા નવા ડાર્ક ચોકલેટ ફ્લેવરની જાહેરાત કરાઇ
  • નવા ફ્લેવરને લઇને ઇન્ટરનેટ પર મજાક કરવાનું શરૂ
  • બિસ્કિટના ફ્લેવરમાં અપગ્રેડેશનની કરિયર જોડે સરખામણી

Parle-G Dark Chocolate Biscuit Social Media Trend : ચા સાથે Parle-G બિસ્કિટ બધાને ગમે છે. આ બિસ્કિટ લગભગ દરેક ભારતીય ઘરપોતાનું સ્થાન જમાવી ચૂક્યું છે. પરંતુ શું તમે જાણો છો કે પારલે-જીમાં સ્વાદનો ઉમેરો કરવામાં આવ્યો છે ? હા, તમને આશ્ચર્ય થશે, પરંતુ આ બિસ્કિટ ડાર્ક ચોકલેટ ફ્લેવરમાં પણ આવે છે. એક ઇન્સ્ટાગ્રામ રીલે બિસ્કિટને રમૂજી રીતે રજૂ કર્યા છે, જેમાં નાસ્તામાં ખવાતી લોકપ્રિય ફૂડ આઇટમમાં અપગ્રેડની તુલના યુઝરના કરિયર અપડેટ સાથે કરવામાં આવી છે. આ પોસ્ટને અસંખ્ય કોમેન્ટ્સ મળી રહી છે, જેમાં યુઝર્સે મજાક કરી કે, બિસ્કિટનો રંગ ખરેખર બદલાઈ ગયો છે.

બિસ્કિટનું અનબોક્સિંગ કરાયું

એક યુઝરે @theworldofakshara એકાઉન્ટ પરથી વીડિયો શેર કર્યો છે. વિડીયોમાં પારલે-જી બિસ્કિટનું અનબોક્સિંગ બતાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. યુઝરે પેકેટ ખોલ્યું અને તેમાંથી ઘેરા કથ્થઇ રંગના બિસ્કિટ જોવા મળ્યા હતા, બાદમાં એક બિસ્કિટ હાથમાં લઇને તેને આગળ- પાછળથી બતાવવામાં આવ્યા છે. વીડીયોના કેપ્શનમાં યુઝર્સે લખ્યું છે, "પારલે-જી મારા કરિયર અપગ્રેડ કરતાં વધુ અપગ્રેડ મેળવી રહ્યું છે!!"

Advertisement

Parle-G તડકામાં બહાર આવ્યું છે

આ વીડિયોને યુઝર્સ તરફથી અસંખ્ય પ્રતિક્રિયાઓ મળી છે. કોમેન્ટ વિભાગમાં, એક યુઝરે લખ્યું કે, આ બિસ્કિટ ગ્લુકોઝ બિસ્કિટ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ હતા. અન્ય યુઝરે લખ્યું, "હવે તેમાં ડાર્ક મોડ પણ છે." બીજાએ તેની તુલના લક્ઝરી વાહન સાથે કરી છે, એક યુઝરે તેને "બ્લેક મર્સિડીઝ" તરીકે પણ વર્ણવ્યું છે. અન્ય યુઝરે લખ્યું, "તેનો રંગ પણ બદલાઈ ગયો છે." વધુ એક યુઝરે લખ્યું કે, "મેં હમણાં જ ઓટ્સના બિસ્કિટ ખાધા છે." અન્ય યુઝરે લખ્યું, "ભાઈ, આ બિસ્કિટ મારું ઓબ્સેશન બની ગયું છે, જ્યારથી મેં તે ખાધું છે, ત્યારથી હું ફક્ત આ જ ખાઉં છું." વધુ એક યુઝરે લખ્યું, "એવું લાગે છે કે, પારલે જી તડકામાં બહાર આવ્યું છે."

Advertisement

આ પણ વાંચો --------  Bollywood ની Bold Actress જોડે સેલ્ફી લેતા ચાહકનો ગંદી હરતકનો પ્રયાસ

Tags :
Advertisement

.

×