Viral Delivery Boy Truth :શું પેલો સ્કૂલ ટોપર સાચે જ ડિલિવરી બોય હતો? વાયરલ વીડિયોનો પર્દાફાશ!
- સ્કૂલ ટોપર ડિલિવરી બોય'નો વીડિયો ફેક નીકળ્યો
- વ્યુઝ મેળવવા મિત્રોએ કર્યું હતું સ્ક્રિપ્ટેડ નાટક
- યુવતીએ ટ્રોલ થયા બાદ રડીને માફી માંગી
- વીડિયોના આધારે સ્કેમર્સે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું
- લોકોની લાગણી દુભાતા સોશિયલ મીડિયા પર આક્રોશ
Viral Delivery Boy Truth : સોશિયલ મીડિયા [Social Media] ના જમાનામાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કઈ હદ સુધી જઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર એક વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો, જેમાં એક યુવતી તેના સ્કૂલના જૂના મિત્રની મજાક ઉડાવતી જોવા મળી હતી. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે મિત્ર સ્કૂલમાં ટોપર હતો અને બધાને ભણવા માટે પ્રોત્સાહન આપતો હતો, તે આજે ડોમિનોઝ [Domino's] માં ડિલિવરી બોય તરીકે કામ કરી રહ્યો છે. જોકે, હવે આ સમગ્ર ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે અને વીડિયોનું સત્ય જાણીને લોકો વધુ ગુસ્સે થયા છે.
Viral Delivery Boy Truth : બધું જ સ્ક્રિપ્ટેડ હતું
જે વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા અને પેલા યુવક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા હતા, તે હકીકતમાં એક સ્ક્રિપ્ટેડ ડ્રામા [Scripted Drama] હતો. વીડિયો બનાવનાર યુવતી અને તેમાં દેખાતા યુવકે જાતે જ સામે આવીને ખુલાસો કર્યો છે કે આ માત્ર મનોરંજન અને 'વાયરલ' થવા માટે બનાવવામાં આવેલું કન્ટેન્ટ હતું. યુવકે હસતા હસતા જણાવ્યું કે, "હું કોઈ ડિલિવરી બોય નથી. અમે મિત્રો બહાર જમવા ગયા હતા અને માત્ર મસ્તી ખાતર આ વીડિયો શૂટ કર્યો હતો." પરંતુ આ મજાક તેમના પર જ ભારે પડી ગઈ છે, કારણ કે લોકોએ યુવતીને ખૂબ ટ્રોલ કરી હતી.
Saw this viral heartbreaking Patna video — ex-schoolmate mocking the Domino's delivery boy for "just delivering pizza" after he used to motivate everyone in class. Bro stayed calm, kept smiling, kept working.
No job is small when it's honest hustle. Respect 🙏🫡
Mocking struggle? pic.twitter.com/VXPtznvs44— RABISH POST (@rabishpost) January 29, 2026
મજાક બની મુસીબત: યુવતી થઈ ગઈ ટ્રોલ
જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે નેટીઝન્સે યુવતીને ખૂબ સંભળાવ્યું હતું. લોકોનો આક્ષેપ હતો કે કોઈના કામ કે વ્યવસાયની મજાક ઉડાવવી એ અત્યંત નીચ હરકત છે. આ ટ્રોલિંગ [Trolling] થી પરેશાન થઈને યુવતીએ માફી માંગતો નવો વીડિયો જાહેર કર્યો છે. તેણે કહ્યું, "મને એટલી ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી કે હું રડી પડી હતી. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈ વ્યવસાયનું અપમાન કરવાનો નહોતો." જોકે, માફી માંગ્યા પછી પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી. લોકોનું કહેવું છે કે વ્યુઝ માટે ગરીબ કે મહેનતુ વર્ગનો ઉપયોગ કરવો અયોગ્ય છે.
સહાનુભૂતિના નામે છેતરપિંડી: ફેક એકાઉન્ટથી ઉઘરાવાયા પૈસા
આ મિત્રોએ સત્ય બહાર લાવવું એટલે પણ જરૂરી સમજ્યું કારણ કે મામલો હવે ફ્રોડ [Fraud] સુધી પહોંચી ગયો હતો. ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ તે 'ડિલિવરી બોય' મિત્રના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી [Fake ID] બનાવી લીધું હતું. લોકોની સહાનુભૂતિનો ફાયદો ઉઠાવીને આ સ્કેમર લોકો પાસે પૈસા માંગી રહ્યો હતો. પોતાની ઓળખનો દુરુપયોગ થતો જોઈને અને લોકો છેતરાય નહીં તે માટે તેમણે તાત્કાલિક સ્પષ્ટતા કરવી પડી. ઉલ્લેખનીય છે કે આ ઘટના પટના [Patna] ની હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Rajasthan : JCB, ટ્રેક્ટર અને થ્રેશરનો ઉપયોગ કરીને 651 ક્વિન્ટલ ચુરમું તૈયાર કર્યાનો Video વાયરલ


