Payal Gaming અચાનક ભારે ચર્ચામાં આવી, જાણો એવું તો શું બન્યું...!
મહિલા ભારતીય ગેમર પાયલ ગેમિંગ અચાનક ચર્ચામાં આવી છે. તેના નામને ગુગલ પર મોટી સંખ્યામાં સર્ચ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે, સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવેલી વાયરલ વાતો સામે હકીકત કંઇક અલગ જ છે. જેને લઇને પાયલે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી જનતાજોગ વિગતો જાહેર કરી છે. અને તેમને સાથ આપનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.
Advertisement
- ગેમ જગતમાં પાયલ ગેમિંગ ખુબ જાણીતું નામ છે
- પાયલ ગેમિંગ સ્ટાર તરીકે ઓળખાય છે
- તેના સોશિયલ મીડિયામાં કરોડો ફોલોઅર્સ છે
- કથિત વીડિયોના કારણે હાલ પાયલ ચર્ચામાં આવી છે
- પાયલના ખુલાસાઓ અનેકના મનનો ભ્રમ તોડી નાંખ્યો
Payal Gaming Viral : પાયલ ગેમિંગ તરીકે જાણીતી પ્રભાવશાળી અને લોકપ્રિય યુટ્યુબર પાયલ ધારે અચાનક ગુગલ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી છે. તેનો એક કથિત ખાનગી વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ઓળખ અંગે અટકળો શરૂ થઈ છે. દાવાઓ સામે આવ્યા કે, તે વિડીયોમાં દેખાતી મહિલા પાયલ હતી. જો કેતેના ફોલોઅર્સે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, તે ડીપફેક છે. આ સાથે જ પાયલે પણ એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં કથિત વીડિયોમાં તે નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે, સાથે જ આકૃત્ય કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

