Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mohsin Naqvi Leaves Stadium : પાકિસ્તાનની હાર જોઈને પીસીબી ચીફ મેદાન છોડી ભાગ્યા, જુઓ વાયરલ વીડિયો

ટી20 વર્લ્ડ કપના મહાજંગમાં ભારતે પાકિસ્તાનને એવો પછડાટ આપ્યો કે હરીફ દેશના ક્રિકેટ બોર્ડના વડા પણ મેદાનમાં ટકી શક્યા નહીં. કોલંબોના સ્ટેડિયમમાં જ્યારે ટીમ ઈન્ડિયા વિજય તરફ આગળ વધી રહી હતી, ત્યારે જ એક ચોંકાવનારા દ્રશ્યમાં મોહસિન નકવી છૂપી રીતે બહાર નીકળી ગયા હતા. તેમની આ હરકત પાછળનું અસલ કારણ અને વાયરલ વીડિયોની સત્યતા જાણીને તમે પણ ચોંકી જશો.
mohsin naqvi leaves stadium   પાકિસ્તાનની હાર જોઈને પીસીબી ચીફ મેદાન છોડી ભાગ્યા  જુઓ વાયરલ વીડિયો
Advertisement
  • ભારત સામે પાકિસ્તાન હાર્યું, પીસીબી ચીફ મોહસિન નકવી સ્ટેડિયમ છોડી ભાગ્યા!
  • ટી20 વર્લ્ડ કપના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતની 61 રને શાનદાર જીત
  • પાકિસ્તાનની બેટિંગ લથડતા અધવચ્ચે જ કારમાં બેસી રવાના થયા મોહસિન નકવી
  • 12મી ઓવરમાં પાકિસ્તાની વિકેટ પડતા જ નકવીએ સ્ટેડિયમમાંથી એક્ઝિટ લીધી
  • સોશિયલ મીડિયા પર પાકિસ્તાની બોર્ડ પ્રમુખ 'ભગોડા' કહીને જોરદાર ટ્રોલ થયા

Mohsin Naqvi Leaves Stadium : ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માં પાકિસ્તાન (Pakistan) ને કારમી હાર આપી છે. 15 ફેબ્રુઆરી 2026 ના રોજ રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે 61 રનના વિશાળ અંતરથી વિજય મેળવ્યો હતો. કોલંબો (Colombo) માં રમાયેલી આ મેચ જોવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) ના ચીફ મોહસિન નકવી (Mohsin Naqvi) પણ હાજર રહ્યા હતા. જોકે, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનની હાર નિશ્ચિત જણાતા નકવી મેચ અધવચ્ચે જ છોડીને સ્ટેડિયમમાંથી ભાગી ગયા હતા.

Advertisement

Mohsin Naqvi Leaves Stadium : હારના ડરથી મોહસિન નકવી મેદાન છોડી ભાગ્યા

પીસીબી (PCB) અધ્યક્ષ મોહસિન નકવી મેચ ખતમ થાય તે પહેલા જ સ્ટેડિયમમાંથી રવાના થઈ ગયા હતા. પીટીઆઈ વીડિયોઝ (PTI Videos) માં કેપ્ચર થયેલા દ્રશ્યો મુજબ, મેચની વચ્ચે જ નકવી પોતાની કારમાં બેસીને રવાના થયા હતા. ગ્રાઉન્ડ પર હાજર મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, 12મી ઓવરમાં મોહમ્મદ નવાઝ (Mohammad Nawaz) આઉટ થતાની સાથે જ નકવી સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા. તેમને અંદાજો આવી ગયો હતો કે પાકિસ્તાન માટે જીત હવે અશક્ય છે. સોશિયલ મીડિયા પર ફેન્સ નકવીને 'ભગોડા' કહીને ટ્રોલ કરી રહ્યા છે. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો પોતાનો રેકોર્ડ 8-1 નો કરી દીધો છે.

Advertisement

સતત વિવાદોમાં રહેતા પીસીબી ચીફ

મોહસિન નકવી એશિયા કપ 2025 (Asia Cup 2025) થી જ વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે. જ્યારે ભારતે તેમની પાસેથી ટ્રોફી લેવાનો ઈનકાર કર્યો હતો, ત્યારે તેઓ ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા જે હજુ સુધી પરત કરવામાં આવી નથી. આ સિવાય, આઈસીસી (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના કિસ્સામાં પણ તેમણે ભારત સામે મેચનો બહિષ્કાર કરવાની વાત કરી હતી, જોકે પાછળથી પીસીબીએ યુ-ટર્ન લીધો હતો.

આ પણ વાંચો : ભારતીય બોલરો સામે પાકિસ્તાનના બેટસમેનોનો ધબડકો, ઇન્ડિયાએ 61 રને હરાવ્યું

Tags :
Advertisement

.

×