King Cobra In Commode : વોશરૂમમાં જતા જ પ્રવાસીને ધ્રાસકો પડ્યો !
- King Cobra In Commode જોઇને પ્રવાસી એકદમ ચોંક્યો
- શંકા જતા લાકડી વડે છંછેડીને સાપને બહાર કાઢ્યો
- સમગ્ર મામલે વન અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ
King Cobra In Commode : ફિલિપાઇન્સમાં વેકેશન માણી રહેલા મિત્રોના એક જૂથને આઘાત લાગ્યો (Philippines Video Viral), જ્યારે તેમને તેમના હોટલના શૌચાલયમાં એક કિંગ કોબ્રા છુપાયેલો મળ્યો હતો (Cobra In Washroom). અહેવાલ મુજબ, આ ઘટના ફિલિપાઇન્સના ઉત્તરી નેગ્રોસ નેચરલ પાર્કનો ભાગ એવા સાલ્વાડોર બેનેડિક્ટોના એક રિસોર્ટમાં બની હતી. જ્યારે રિસોર્ટમાં રોકાયેલા પાંચ મિત્રોમાંથી એક બાથરૂમમાં ગયો, ત્યારે તેણે ટોયલેટના કમોડમાં કંઈક અજુગતું જોયું. પાણીમાં કંઈક કાળું જોઈને, તેણે પહેલા વિચાર્યું કે, કદાચ ટોઇલેટ યોગ્ય રીતે ફ્લશ થયું નથી. પણ જેવો તે ફરીથી ફ્લશ કર્યું, ત્યાર બાદ તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો હતો, કારણ કે, શૌચાલયમાંથી સાપનું માથું બહાર આવ્યું હતું.
King Cobra In Commode, છંછેડતા સાપ બહાર આવ્યો
આ ઘટનાનો એક વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં, એક માણસ કાળજીપૂર્વક શૌચાલયનું ઢાંકણ ઉંચુ કરતો, અને પછી લાંબી લાકડી વડે સાપને હળવેથી છંછેડતો જોઈ શકાય છે. થોડી વાર પછી, સાપ બહાર આવ્યો, અને વીડિયો બનાવનાર વ્યક્તિને જોતો જોતો તેની ફેણ તાણવા લાગ્યો હતો.
Filipinas
Un huésped de un hotel capturó el aterrador momento en que una cobra real emergió del inodoro de un resort en Don Salvador Benedicto, Filipinas. El huésped llamó al personal del resort para ayudar a capturar y retirar la serpiente venenosa. pic.twitter.com/woRUUiFxUw— Contraste Politico (@ConPolTab) May 15, 2026
આ પણ વાંચો - Vladimir Putin પણ શરમાઈ ગયા! સ્ટેજ પર એવોર્ડ આપતી વખતે જાહેરમાં Tina Kandelaki એ કરી આવી હરકત?, Video Viral
King Cobra In Commode, લાકડીથી જાત તપાસ કરી
જૂથના સભ્ય, ડ્રેનરેબ ટીઓડોસોએ મીડિયાને જણાવ્યું કે, જ્યારે તેમના મિત્રએ તેમને કહ્યું, ત્યારે શરૂઆતમાં તેમને વિશ્વાસ ન થયો. પછી તે પોતે શૌચાલયમાં તપાસવા દોડ્યો હતો. હોટલ સ્ટાફને બોલાવતા પહેલા, તેઓએ લાકડીથી તપાસ કરવાનો પ્રયાસ કર્યો કે, સાપ જીવતો છે કે નહીં.
ગરમીના કારણે સ્થળાંતર કર્યું હોઇ શકે
શરૂઆતમાં જૂથને લાગ્યું કે, તે એક સામાન્ય પાણીનો સાપ છે. પરંતુ જ્યારે આ ઘટનાનો વીડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો, ત્યારે સાપ નિષ્ણાતોએ કહ્યું કે, તે કિંગ કોબ્રા લાગે છે, જે વિશ્વના સૌથી ઝેરી સાપમાંનો એક છે. સ્થાનિક અધિકારીઓએ મીડિયા જણાવ્યું કે, સાલ્વાડોર બેનેડિક્ટોમાં કિંગ કોબ્રા જોવા મળ્યાના અહેવાલો પહેલા પણ આવ્યા છે. સુપરિન્ટેન્ડેન્ટ ગિના ગેરંગાયાના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, શું સાપ ગેરકાયદેસર કેદમાંથી ભાગી ગયો હતો. અધિકારીઓને એવી પણ શંકા હતી કે, આ વિસ્તારમાં તીવ્ર ગરમીને કારણે સાપને ઠંડા સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હશે. હાલમાં, અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો - Medical Miracle : મહિલાની 5 દિવસમાં 4 વખત ડિલિવરી, તબીબો હેરાન !


