ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્લેબોય મોડેલ Gina Stewart દુનિયાની સૌથી જવાન દાદી! જાણો તેની સુંદરતાનું રહસ્ય

World's Hottest Grandma Gina Stewart : 54 વર્ષીય પ્લેબોય મોડેલ અને 3 બાળકોની દાદી Gina Stewart માને છે કે, જો તમે સ્વસ્થ આહારને નિયમિત અનુસરો છો તો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે.
03:40 PM Jan 22, 2025 IST | Hardik Shah
World's Hottest Grandma Gina Stewart : 54 વર્ષીય પ્લેબોય મોડેલ અને 3 બાળકોની દાદી Gina Stewart માને છે કે, જો તમે સ્વસ્થ આહારને નિયમિત અનુસરો છો તો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે.
World's Hottest Grandma Gina Stewart

World's Hottest Grandma Gina Stewart : 54 વર્ષીય પ્લેબોય મોડેલ અને 3 બાળકોની દાદી Gina Stewart માને છે કે, જો તમે સ્વસ્થ આહારને નિયમિત અનુસરો છો તો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે. વળી તેનાથી ત્વચાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ થાય છે. Gina ને તેના યુવાન દેખાવ માટે ખૂબ પ્રશંસા મળી રહી છે અને તે તેના આહારમાં કરેલા થોડા સરળ ફેરફારોને આ બદલાવ માટે જવાબદાર ગણાવે છે.

Gina Stewart નું યુવાન દેખાવાનું રહસ્ય

Gina Stewart કહે છે કે, “હું મારી નાની ઉંમર જેવા દેખાવ માટે નારંગીને શ્રેય આપું છું.” તેણે વધુમાં ઉમેર્યું કે, નારંગી માત્ર સ્વાદિષ્ટ ફળ નથી, પણ તે ત્વચાને યુવાન અને તાજી રાખવા માટે એક કુદરતી ઉપાય છે. નારંગી વિટામિન સી અને સાઇટ્રિક એસિડથી ભરપૂર હોવાથી ત્વચાની elasticity જાળવી રાખે છે અને વૃદ્ધત્વના પ્રારંભિક સંકેતો સામે લડવામાં મદદ કરે છે. તે કહે છે કે સામાન્ય આહાર અને મધ્યમ કસરત સાથે તમે વૃદ્ધત્વની ગતિને ધીમી કરી શકો છો.

નારંગીના આરોગ્યલક્ષી ફાયદા

Gina Stewart આહારમાં નારંગીનો સમાવેશ કરવાનું મહત્વ જણાવે છે. નારંગીમાં રહેલું વિટામિન સી કોલેજન ઉત્પાદનમાં મદદરૂપ છે, જે ત્વચાની નરમાઈ અને elasticity જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નારંગી ત્વચામાં કરચલીઓ ઘટાડે છે અને ત્વચાને તાજી રાખે છે. ઉપરાંત, સાઇટ્રિક એસિડ મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં સહાય કરે છે અને કાળા ડાઘો તથા મેલાસ્માને હળવું કરી શકે છે.

Gina Stewart ના આહારની ખાસિયતો

Gina Stewart તેના દૈનિક આહારમાં નારંગીનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. નાસ્તામાં, તે ઓટમીલ અથવા દહીંમાં નારંગીના ટુકડા ઉમેરે છે. કેટલાક દિવસો તે નારંગીમાંથી સ્મૂધી તૈયાર કરીને લે છે. મુખ્ય ભોજનમાં, Gina ચિકન, માછલી અથવા ટોફુ માટે મેરીનેડમાં તાજા સ્ક્વિઝ્ડ નારંગીના રસનો ઉપયોગ કરે છે. તે શાકભાજીના સ્ટિર ફ્રાઈમાં નારંગીની છાલ ઉમેરવું પણ પસંદ કરે છે. આ રીતે, તે તેના ખોરાકમાં ફળ અને પોષક તત્વોનો સમતોલ મિશ્રણ જાળવે છે.

Gina ના દાવા પર ત્વચા નિષ્ણાતોની નજર

Ginaના દાવાઓને ત્વચા નિષ્ણાતો પણ અમુક અંશે સમર્થન આપે છે. તેમની માન્યતા છે કે વિટામિન સી ત્વચાની સફાઈ અને તેની મરમતમ માટે ઉત્તમ છે. સાઇટ્રિક એસિડથી ભરપૂર નારંગી ત્વચાના પ્રાકૃતિક પુનર્જીવન માટે મદદરૂપ થાય છે.

Disclaimer - આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ માહિતી પર કાર્ય કરતા પહેલા, કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

આ પણ વાંચો :  પિતા સાથે જ દીકરીએ કરી લીધા લગ્ન? તેની વાતો સાંભળી ચોંકી જશો તમે, Video

Tags :
ageingGina Stewartgina stewart ageGina Stewart daughtergina stewart husbandgina stewart instagramgina stewart modelGina Stewart NewsGina Stewart PhotosGina Stewart Viral PhotosGina Stewart Viral VideosGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahwho is Gina StewartWorld's Hottest Grandma Gina Stewartyouthful
Next Article