Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે સવજી ધોળકિયા, જેમના પુત્રના લગ્નમાં PM Modi એ હાજરી આપી ?

PM Modi attends Savji Dholakia son's wedding : હીરા ઘીસુ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
કોણ છે સવજી ધોળકિયા  જેમના પુત્રના લગ્નમાં pm modi એ હાજરી આપી
Advertisement
  • Savji Dholakia ફરી એકવાર ચર્ચામાં આવ્યા
  • હીરા ઘીસુ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
  • હરિ ક્રિષ્ના ગ્રુપના ફાઉન્ડર Savji Dholakia છે

PM Modi attends Savji Dholakia son's wedding : Prime Minister Narendra Modi એ 28 ઓક્ટોબરે ગુજરાતના Surat માં હીરાના વેપારી Savji Dholakia ના પુત્ર દ્રવ્ય ધોળકિયાના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. અહીં તેમણે દંપતીને આશીર્વાદ આપ્યા હતા. PM Modi એ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. જ્યાં તેમનું Savji Dholakia દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Savji Dholakia ફરી એકવાર ચર્ચામાં આવ્યા

Surat ના દુધાળા સ્થિત હેતની હવેલીમાં દ્રવ્ય ધોળકિયા અને જ્હાન્વીના લગ્ન થયા હતા. કરોડપતિ ધોળકિયા પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં PM Modi જોઈ શકાય છે. તો વીડિયો સામે આવ્યા બાદ ગુજરાતના હીરાના વેપારી Savji Dholakia ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. Savji Dholakia એ દિવાળી ઉપર તેમના કર્મચારીઓને આપવામાં આવતી ભેટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. Savji Dholakia એ 2014 માં તેમના કર્મચારીઓને 200 ફ્લેટ, 491 કાર અને 525 ડાયમંડ જ્વેલરી સેટ ભેટ આપીને ચર્ચામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Adani Power એ બાંગ્લાદેશને ભણાવ્યો પાઠ, અડધું બાંગ્લાદેશ થયું અંધકારમય

Advertisement

હીરા ઘીસુ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી

આ પછી 2015-16 માં તેમણે દિવાળી પર કર્મચારીઓને કાર-ફ્લેટ ગિફ્ટમાં આપ્યા હતા. Savji Dholakia એ પોતે હીરા ઘીસુ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને તે પછી તેઓ આ વ્યવસાયના રાજા બન્યા હતા. ગુજરાતના અમરેલી જિલ્લાના દુધલા ગામના રહેવાસી સવજીએ માધ્યમિક શિક્ષણ મેળવીને 13 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. તે પછી તેમના કાકાના હીરાના વ્યવસાયમાં જોડાયા હતા. 10 વર્ષના સંઘર્ષ બાદ તેમણે 1991 માં હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સની સ્થાપના કરી હતી.

હરિ ક્રિષ્ના ગ્રુપના ફાઉન્ડર Savji Dholakia છે

તેમની કંપનીમાં 1500 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. હરિ ક્રિષ્ના ગ્રુપના ફાઉન્ડર Savji Dholakia એ કહ્યું કે જ્યારે તેઓ દિલ્હીમાં PM Modi ને મળ્યા ત્યારે તેમણે તેમને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે દ્રવ્યા અને જ્હાન્વી નવી સફરની શરૂઆત કરે છે, અમે સૌભાગ્યની લાગણી અનુભવીએ છીએ કે આ ખુશીની ક્ષણમાં Prime Minister Narendra Modi અમારી સાથે છે.

આ પણ વાંચો: Viral : મહિલા બોસે કર્મચારીઓને એવી ગીફ્ટ આપી કે સૌ દંગ રહી ગયા

Tags :
Advertisement

.

×