PM Modi ના સૂચન બાદ પેટ્રોલ બચાવવા મંત્રી ઉછીનું વાહન લઇને નીકળ્યા
- PM Modi ના સૂચન બાદ દેશભરમાં કરકસરનો માહોલ
- ઉત્તરાખંડના મંત્રીએ સૂચનનું પાલન કરવા ઉછીનું વાહન લીધું
- વાહનના પીયુસી અને વિમા બાબતે મંત્રી ભારે ટ્રોલ થયા
PM Modi : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendrabhai Modi) પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કરી છે (Save Petrol - Deiseal), ત્યાર બાદ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓએ તાત્કાલિક તેનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, ઉત્તરાખંડના કૃષિ પ્રધાન ગણેશ જોશી (Uttarakhand Minister - Ganesh Joshi) આ અપીલથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે અન્ય પાસેથી સ્કૂટર ઉધાર લીધું હતું, અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે, આમ કરવા બદલ તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે (Social Media Trolling). મંત્રી જોશી જે સ્કૂટર પર સવારી કરી રહ્યા છે, તેનો વીમા અને પ્રદૂષણ પ્રમાણપત્રની માન્યતા પૂર્ણ થઈ ગઈ હતી, અને વીડિયોમાં કાફલો પણ તેમની સાથે ચાલતો હોવાનું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો - NEET ને ખતમ કરો! તમિલનાડુના CM Joseph Vijay એ પેપર લીક મુદ્દે કેન્દ્ર સામે મોરચો માંડ્યો
PM Modi, બીજુ સ્કુટર પણ અન્યની માલિકીનું
ઉત્તરાખંડના ચર્ચિત ચહેરા અજિત સિંહ રાઠીએ X પર પોસ્ટ શેર કરતા અહેવાલ આપ્યો કે, મંત્રી જોશીએ પહેલા દિવસે કાફલાની સામે જે સ્કૂટર ચલાવ્યું હતું, તેમાં કોઈ PUC કે વીમો નહોતો, અને તે કોઇ રાવત અટક ધરાવતા વ્યક્તિનું હતું. બુધવારે, પ્રદૂષણ અને વીમાની અંગે ટ્રોલીંગનો સામનો કર્યા પછી, મંત્રી સચિવાલય કેબિનેટની બેઠકમાં ઇલેક્ટ્રિક સ્કૂટર પર પહોંચ્યા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે સ્કૂટર પણ કોઈ બીજાની માલિકીનું હતું. આ સાથે ઉત્તરાખંડના અન્ય ઘણા મંત્રીઓ પણ અપીલનું પાલન કરી રહ્યા છે.
उधारी की स्कूटी से पीएम मोदी की अपील का अनुसरण कर रहे है उत्तराखंड सरकार के मंत्री गणेश जोशी।
पहले दिन फ्लीट के आगे जो स्कूटी दौड़ाई, उसका पोल्यूशन और इंश्योरेंस दोनों नहीं थे और वह किसी रावत जी की स्कूटी थी।
आज जिस स्कूटी से सचिवालय कैबिनेट बैठक में पहुंचे तो वो स्कूटी भी किसी… https://t.co/YXzedZZASd pic.twitter.com/tgM4mCeRox— Ajit Singh Rathi (@AjitSinghRathi) May 13, 2026
કદ 50 ટકા ઘટાડવા કહ્યું હતું
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડા પ્રધાન મોદીએ બુધવારે પોતાનો કાફલો ઘટાડ્યો હતો. બુધવારે તેમની સાથે ફક્ત બે કાર જોવા મળી હતી. જો કે, આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ મળી નથી. અગાઉ, વડા પ્રધાને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને કાફલાનું કદ 50 ટકા ઘટાડવા કહ્યું હતું, જેના પગલે SPG નિયમો અનુસાર કાફલાનું કદ ઘટાડવાની યોજના બનાવી રહ્યું હતું.
આ પણ વાંચો - Singapore Fine : જમીન પર પડેલું ફળ ઉઠાવ્યું તો રૂ. 3.5 લાખનો દંડ ચોંટશે !


