ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

shocking News: લગ્નના ત્રીજા જ દિવસે દુલ્હન બની ગઈ માતા, યુવકે કહ્યું - બાળક મારૂ નથી!

shocking marriage News: પ્રયાગરાજમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ લગ્નના બીજા જ દિવસે બાળકને જન્મ આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
07:38 AM Mar 04, 2025 IST | VIMAL PRAJAPATI
shocking marriage News: પ્રયાગરાજમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ લગ્નના બીજા જ દિવસે બાળકને જન્મ આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
shocking marriage News
  1. યુવતીએ લગ્નના બીજા જ દિવસે બાળકને જન્મ આપ્યો
  2. યુવકે કહ્યું કે, મારે બાળક સાથે કોઈ લેવા-દેવા નથી
  3. બાળક અને યુવતીનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવેઃ નવવિવાહિત યુવક

shocking marriage News: પ્રયાગરાજમાં એક અજીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ લગ્નના બીજા જ દિવસે બાળકને જન્મ આપ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બની છે. અહીં કરછના ગામના યુવકની જાન જસરા ગામમાં ગઈ હતી. 24 તારીખે જાન ગઈ હતી, 25 તારીખે લગ્ન કરીને વિદાય આપવામાં આવી અને 26 તારીખે જ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

યુવકે હવે તે યુવતી અને બાળકને અપનાવવાની ના પાડી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, યુવકે હવે તે યુવતી અને બાળકને અપનાવવાની ના પાડી છે. યુવકે કહ્યું કે, મારે બાળક સાથે કોઈ લેવા-દેવા નથી. આ બાળક મારું નથી. આ પહેલા અમે ક્યારેય મળ્યાં જ નથી. યુવકનું કહેવું છે કે, માત્ર 4 મહિના પહેલા જ તેના લગ્ન નક્કી થયાં હતાં. જેથી બાળક સાથે તેનો કોઈ સંબંધ નથી. જ્યારે કન્યા પક્ષનું કહેવું છે કે, યુવક અને યુવતી લગ્ન પહેલાથી જ એકબીજાના સંપર્કમાં હતાં. આ મામલે હવે સમાધાન થયું હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: Video: વરરાજાની કારની ટક્કરથી બાઈકસવારો 15 ફૂટ હવામાં ઊછળ્યા, ઘટના CCTVમાં કેદ

બાળક અને માતાને તેના પિયરમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો

અત્યારે ગામમાં આ મામલે સમાધાન કરવા માટે પંચાયત ભરાઈ હતી. જેથી અત્યારે બાળક અને માતાને તેના પિયરમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, યુવકે તો એવો પણ દાવો કર્યો છે કે, આ મામલે ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે જેથી સમગ્ર હકીકત સામે આવી શકે. નોંધનીય છે કે, આ મામલો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યુવકના પરિવારજનો પણ આ ઘટનાને લઈને ભારે ચિંતિત જોવા મળી રહ્યાં છે. યુવકની બહેને પણ વીડિયોના માધ્યમથી કહ્યું કે, મારા ભાઈ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેનો આ બાળક સાથે કોઈ સંબંધ નથી.

આ પણ વાંચો: ‘लगाकर दिल में आग तुमने...’ પાણીપુરી વાળા દીપકની શાયરીએ ઇન્ટરનેટમાં મચાવી ધૂમ

દીકરી હજુ પણ છોકરાનું નામ લઈ રહી છેઃ માતા-પિતા

તે જ સમયે, છોકરીની માતા કહે છે કે છોકરાના પરિવારે દહેજ લઈને લગ્ન ગોઠવ્યા છે. જો તે તેની દીકરીને પોતાની સાથે નહીં લઈ જાય, તો અમે તેની સામે કાર્યવાહી કરીશું. અમે બાળકને ઉછેર કરવા માટે તૈયાર છીએ. કારણ કે, દીકરી હજુ પણ છોકરાનું નામ લઈ રહી છે. જો અમે અમાપી દીકરીને લઈ જઈએ નહીં, તો તે મરી જશે. વિવાદને કારણે ગામમાં પંચાયત યોજાઈ, ત્યારબાદ કન્યા બાળક સાથે તેના માતાપિતાના ઘરે ગઈ હોવાનું સામે આવ્યું છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Gujarat Firsthusband wife shocking NewsHusband-WifeLates national newsmarriage videonational newsnewly couple suhagratnewly married couplePrayagraj of Uttar PradeshShocking National NewsShocking NewsWedding Viral Video
Next Article