Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

પ્રેમાનંદ મહારાજ અને સ્વામિનારાયણ સંતોનું અદભૂત મિલન: હાર્મોનિયમ પર છેડી મધુર ધૂન!

વૃંદાવનના પૂજ્ય પ્રેમાનંદ મહારાજનો એક અત્યંત હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભેટમાં અપાયેલું હાર્મોનિયમ વગાડતા જોવા મળે છે. સંતોના આદર અને પ્રેમ ખાતર મહારાજે હાર્મોનિયમ પર મધુર ધૂન છેડી આખા આશ્રમને ભક્તિમય બનાવી દીધો હતો. મહારાજની આ છુપી કલા અને તેમની બાળક જેવી નિર્દોષ સાદગી જોઈને લાખો ભક્તો મંત્રમુગ્ધ થયા છે.
પ્રેમાનંદ મહારાજ અને સ્વામિનારાયણ સંતોનું અદભૂત મિલન  હાર્મોનિયમ પર છેડી મધુર ધૂન
Advertisement
  • મહારાજની દિવ્ય ધૂન: સ્વામિનારાયણ સંતોની ભેટ પર વગાડ્યું હાર્મોનિયમ ( Premanand Maharaj Viral Video)
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મહારાજને હાર્મોનિયમ ભેટ આપ્યું
  • સંતોના પ્રેમ ખાતર મહારાજે આશ્રમમાં છેડી મધુર સંગીતની ધૂન
  • મહારાજની અદભૂત કલા અને સાદગીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • વૃંદાવનમાં બે સંપ્રદાયના સંતોના દિવ્ય મિલને ભક્તોના દિલ જીત્યા

 Premanand Maharaj Viral Video : વૃંદાવનના પૂજ્ય પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) પોતાના સત્સંગ દ્વારા લાખો ભક્તોને માર્ગદર્શન આપે છે. તાજેતરમાં મહારાજનું એક અત્યંત માસૂમ અને પ્રેમસભર રૂપ સામે આવ્યું છે, જેમાં તેઓ હાર્મોનિયમ વગાડતા જોવા મળે છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે, મહારાજને આ હાર્મોનિયમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ભેટમાં આપવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ સંતોની ભેટ અને મહારાજની સ્મિત

આ હૃદયસ્પર્શી ઘટના ત્યારે બની જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો મહારાજના દર્શન કરવા વૃંદાવન આશ્રમ પહોંચ્યા હતા. આ સંતો પોતાની સાથે રાધા રાણી માટે ભેટ તરીકે એક સુંદર હાર્મોનિયમ લાવ્યા હતા. સંતોની ભાવભરી ઈચ્છા હતી કે મહારાજ પોતે આ હાર્મોનિયમ વગાડે. સાધુ-સંતોનો આ પરસ્પર પ્રેમ અને આદર જોઈ મહારાજ મલકાઈ ઉઠ્યા હતા અને હાર્મોનિયમ સ્વીકારી વગાડવાનું શરૂ કર્યું હતું.

Advertisement

Advertisement

 Premanand Maharaj Viral Video : સંગીતની મધુર ધૂન અને ભક્તિમય માહોલ

જેવી મહારાજની આંગળીઓ હાર્મોનિયમ પર ફરી, આખું વાતાવરણ ભક્તિમય બની ગયું. તેમની છેડેલી ધૂન એટલી મધુર હતી કે ત્યાં હાજર સ્વામિનારાયણ સંતો અને અન્ય ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મહારાજની સાદગી અને સંતો પ્રત્યેનો તેમનો સ્નેહ જોઈને ત્યાં હાજર દરેકની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

 Premanand Maharaj Viral Video : સંતોનો દિવ્ય સંગાથ અને વાયરલ વીડિયો

મહારાજે હાર્મોનિયમ વગાડ્યા બાદ આશ્રમમાં હાજર અન્ય સંતોએ પણ ભજનોની રમઝટ બોલાવી હતી. મહારાજે પૂરી તલ્લીનતાથી આ ભજનોનો આનંદ માણ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાય અને વૃંદાવનના સંતો વચ્ચેના આ દિવ્ય મિલનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો મહારાજની આ છુપી કલા અને સંપ્રદાયો વચ્ચેના આ સુમેળ જોઈને ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : છોલેને પડતા મુકીને ભટુરેએ પીઝા સંગ જોડી બનાવી, યુઝર્સે લખ્યું, 'ભગવાન માફ નહીં કરે' !

Tags :
Advertisement

.

×