ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajpal Yadav એ દોડીને ધર્મેન્દ્રના કર્યા ચરણ સ્પર્શ , ફેન્સે છોટે પંડિતના કર્યા ભરપેટ વખાણ

બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) એ એક કામ કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. આ છોટા પંડિતે બોલિવૂડ લીજન્ડ ધર્મેન્દ્ર (Dharmendra) ને રુબરુ જોતા જ દોડીને ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
03:10 PM Jun 07, 2025 IST | Hardik Prajapati
બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) એ એક કામ કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. આ છોટા પંડિતે બોલિવૂડ લીજન્ડ ધર્મેન્દ્ર (Dharmendra) ને રુબરુ જોતા જ દોડીને ચરણ સ્પર્શ કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાંચો વિગતવાર.
Rajpal Yadav Gujarat First

Rajpal Yadav : બોલિવૂડમાં અનેકવાર હૃદયસ્પર્શી ઘટનાઓ ઘટતી હોય છે જે ફેન્સની સંવેદનાને ઝણઝણાવી મુકે છે. અનેક ઘટનાથી ફેન્સ બહુ ખુશ થઈ જાય છે તો અનેક ઘટનાઓ એવી પણ છે જેના પર ફેન્સ ગુસ્સે કે દુઃખી થઈ જાય છે. તાજેતરમાં એક ઘટના એવી ઘટી છે કે ફેન્સ ખુશ થઈ ગયા છે. બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ (Rajpal Yadav) કે જેને ફેન્સ પ્રેમથી છોટે પંડિતના નામે પણ ઓળખે છે. તેમણે જેવા ધર્મેન્દ્ર (Dharmendra) ને રુબરુ જોયા કે તરત જ દોડીને ચરણ સ્પર્શ કર્યા હતા.

Rajpal Yadav નો વિવેક અને આદરભાવ

બોલિવૂડના પ્રખ્યાત કોમેડિયન Rajpal Yadav એક વિવેકી વ્યક્તિ છે. તેમના વિવેકી વર્તનના અનેક કિસ્સા પ્રખ્યાત થયા છે. તાજેતરમાં જ તેમનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજપાલ યાદવ બોલિવૂડ લીજન્ડ અને હીમેન એવા ધર્મેન્દ્રને રુબરુમાં જૂએ છે ત્યારે દોડીને તેમની પાસે જાય છે અને આદરભાવથી ચરણ સ્પર્શ પણ કરે છે. રાજપાલ યાદવે દાખવેલો આ વિવેક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ રાજપાલ યાદવે કરેલા ચરણ સ્પર્શને વખાણી પણ રહ્યા છે.

આ પણ વાંચોઃ  બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે ડ્રાઈવર પર છરી વડે કર્યો હુમલો

ફેન્સે રાજપાલ યાદવની પ્રશંસા કરી

તાજેતરમાં જ રાજપાલ યાદવે બોલિવૂડના લીજન્ડ સમાન એકટર ધર્મેન્દ્રના ખૂબ જ આદર અને વિનમ્રભાવે ચરણ સ્પર્શ કર્યા તે ઘટનાનો વીડિયો Viral થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ Rajpal Yadav ના આ ગેસ્ચરને ખૂબ વખાણી રહ્યા છે. ફેન્સને રાજપાલ યાદવની નમ્રતા અને આદરભાવ સ્પર્શી ગયા છે. નેટિઝન્સ અને બોલિવૂડ ફેન્સ આ વાયરલ વીડિયો પર રાજપાલ યાદવની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, અમારા સંસ્કારી છોટે પંડિત. બીજા યુઝરે લખ્યું કે, ઓલ ટાઈમ લીજન્ડ ધરમ જી. ત્રીજા યુઝરે લખ્યું કે, આ ઘટના એટલે સંસ્કૃતિ અને નૈતિકતા. ચોથા યુઝરે લખ્યું કે, સંસ્કાર ઝલકતે હૈ. પાંચમાં યુઝરે એક શાયરીની પંક્તિ ટાંકીને લખ્યું કે, લોગોં કી તો ચાહતેં બહુત હૈ ઔર કોઈ હૈ જો બસ તુમ્હે દેખેં ખુશ હૈ. ઘણા યુઝર્સે બે પેઢીના કલાકારો વચ્ચે જોવા મળતા પરસ્પર આદર અને સ્નેહની પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ  Housefull 5 : 2 ક્લાઈમેક્સ અને દોઢ ડઝન એક્ટર્સ ધરાવતી ફિલ્મને દર્શકોએ આપ્યો મોળો પ્રતિસાદ

Tags :
BollywoodBollywood cultureBollywood veteran respectChhote PanditDharmendraDharmendra fan momentGujarat FirstGUJARAT FIRST NEWSRAJPAL YADAVRajpal Yadav meeting DharmendraRajpal Yadav touches Dharmendra's feetRespectSocial media reactionviral video
Next Article