Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : રેસ્ટોરન્ટમાં કેક કાપવી પડી મોંઘી ! સર્વિસ ચાર્જના નામે ગ્રાહક પાસેથી વસૂલ્યા 11,000 રૂપિયા

Viral Video : સામાન્ય રીતે લોકો જન્મદિવસ (Birthday) કે વર્ષગાંઠ (Anniversary) જેવા ખાસ પ્રસંગોની ઉજવણી કરવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોય છે. પરંતુ જો તમે બહારથી કેક (Cake) લઈને રેસ્ટોરન્ટમાં જાવ અને બદલામાં તમારે હજારો રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડે તો? હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક આવો જ કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
viral video   રેસ્ટોરન્ટમાં કેક કાપવી પડી મોંઘી   સર્વિસ ચાર્જના નામે ગ્રાહક પાસેથી વસૂલ્યા 11 000 રૂપિયા
Advertisement
  • Viral Video : બેવર્લી હિલ્સ (Beverly Hills) નો ચોંકાવનારો કિસ્સો
  • કેક સર્વિંગ માટે વસૂલ્યા આંધળા રૂ. 11,000
  • સોશિયલ મીડિયા (Social Media) પર ફૂડ ઇન્ફ્લુએન્સરે બિલ વાયરલ કર્યું
  • વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી માફી માંગી
  • ગ્રાહકને ફી પરત કરી ફરી આવવાનું આમંત્રણ આપ્યું

Viral Video : સામાન્ય રીતે લોકો જન્મદિવસ (Birthday) કે વર્ષગાંઠ (Anniversary) જેવા ખાસ પ્રસંગોની ઉજવણી કરવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોય છે. પરંતુ જો તમે બહારથી કેક (Cake) લઈને રેસ્ટોરન્ટમાં જાવ અને બદલામાં તમારે હજારો રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડે તો? હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક આવો જ કિસ્સો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ગ્રાહક પાસેથી કેક કાપવાની ફી (Cake Cutting Fee) તરીકે અધધ 11,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

આ આખો વિવાદ અમેરિકાના બેવર્લી હિલ્સ (Beverly Hills) માં સ્થિત એક પ્રીમિયમ રેસ્ટોરન્ટ 'પોઝા' (Pozza) નો છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર જસ્ટિનલવ્સસુશી (JustineLovesushi) નામના ફૂડ ઇન્ફ્લુએન્સરે પોતાનું બિલ શેર કર્યું હતું. આ બિલમાં કેક કાપવાની સર્વિસ માટે $110 એટલે કે આશરે 10,650 ભારતીય રૂપિયાનો ચાર્જ ઉમેરવામાં આવ્યો હતો. આ ચાર્જ ગ્રુપ ડિનરમાં પ્રતિ વ્યક્તિ $10 લેખે ગણવામાં આવ્યો હતો. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે નેટીઝન્સે રેસ્ટોરન્ટની ભારે ટીકા કરી હતી.

Advertisement

Advertisement

રેસ્ટોરન્ટે ભૂલ સ્વીકારી !

વિવાદ વધતો જોઈને રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે સત્તાવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું, "અમને ખેદ છે કે ગ્રાહકને કેક કાપવાની ફી વિશે અગાઉ જાણ કરવામાં આવી ન હતી. આ અમારી નીતિ વિરુદ્ધ છે." રેસ્ટોરન્ટે માત્ર માફી જ ન માંગી, પરંતુ ગ્રાહકને વસૂલાયેલી ફી પાછી આપવાની ખાતરી પણ આપી. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કેક કટિંગ ચાર્જ ઘટાડીને $5 પ્રતિ વ્યક્તિ કરી દેવામાં આવ્યો છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં લોકો રેસ્ટોરન્ટના આ પ્રકારના 'હિડન ચાર્જ' (Hidden Charges) સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

દારૂની ખાલી બોટલ આપો અને ₹100 લો! Congress Leader ને જાહેરાત કરવી પડી ભારે!

Tags :
Advertisement

.

×