Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Viral Video : 43 ડિગ્રી ગરમી અને ચારેબાજુ અગ્નિ! કોણ છે આ રશિયન યોગિની? જે કરી રહી છે શિવ ભક્તિ

રાજસ્થાનના પુષ્કરમાં આકરી ગરમી વચ્ચે એક રશિયન મહિલાની અનોખી શિવ ભક્તિ ચર્ચામાં છે. 43 ડિગ્રી તાપમાનમાં રાધિકા યોગિની નામની આ મહિલા 9 ધૂણી (અગ્નિ કુંડ) વચ્ચે બેસીને 21 દિવસની કઠોર 'અગ્નિ તપસ્યા' કરી રહી છે. 10 વર્ષ પહેલા નાથ સંપ્રદાય અપનાવનાર રાધિકા દરરોજ કલાકો સુધી અગ્નિ વચ્ચે શિવ સાધના કરે છે, જે જોવા લોકો ઉમટી પડ્યા છે.
viral video   43 ડિગ્રી ગરમી અને ચારેબાજુ અગ્નિ  કોણ છે આ રશિયન યોગિની  જે કરી રહી છે શિવ ભક્તિ
Advertisement
  • Russian Woman Agni Tapasya : શ્રદ્ધાનો અદભૂત નજારો
  • 43 ડિગ્રી તાપમાનમાં 9 ધૂણી વચ્ચે રશિયન મહિલાની શિવ સાધના
  • રાધિકા યોગિનીએ 10 વર્ષ પહેલા અપનાવ્યો હતો નાથ સંપ્રદાય
  • 21 દિવસ સુધી ચાલશે આ કઠોર અગ્નિ તપસ્યા
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રશિયન યોગિનીનો વીડિયો

Russian Woman Agni Tapasya : રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ પુષ્કરમાં અત્યારે શ્રદ્ધા અને આશ્ચર્યનો એક અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. જ્યારે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હોય અને સામાન્ય માણસ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય, ત્યારે એક રશિયન મહિલા ધગધગતા અંગારા અને અગ્નિની વચ્ચે બેસીને કઠોર સાધના કરી રહી છે. આ દ્રશ્ય જોઈને માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ દંગ રહી ગયા છે.

Russian Woman Agni Tapasya : ભક્તિમાં ઓગળતી સરહદો

આ અનોખી શિવ ભક્તિ કરનાર રશિયન મહિલા (Russian Woman Agni Tapasya) નું નામ રાધિકા યોગિની અન્નપૂર્ણા નાથ છે. જે રીતે ભારતીય સાધુ-સંતો વર્ષો સુધી કઠોર તપસ્યા કરે છે, તેવી જ રીતે રાધિકાએ પણ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે. રશિયામાં જન્મેલી આ મહિલા છેલ્લા 17 વર્ષથી ભારતના પ્રેમમાં છે. 10 વર્ષ પહેલાં તેણે વિધિવત રીતે નાથ સંપ્રદાય (Nath Sampradaya) માં દીક્ષા લીધી હતી. ત્યારથી તે ભારતીય સંસ્કૃતિ અને શિવ ભક્તિના રંગે રંગાઈ ગઈ છે.

Advertisement

Russian Woman Agni Tapasya : 21 દિવસનું કઠોર 'અગ્નિ તપ'

પુષ્કરની પવિત્ર ધરતી પર રાધિકાએ 21 દિવસની 'અગ્નિ તપસ્યા' (Agni Tapasya) કરવાનો સંકલ્પ લીધો છે. આ સાધના અત્યંત કઠિન અને જોખમી માનવામાં આવે છે. દરરોજ બપોરે 11 થી 2 વાગ્યા સુધી, જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે રાધિકા નવ ધૂણી (અગ્નિના કુંડ) ની વચ્ચે બેસીને શિવ મંત્રોનો જાપ કરે છે. અગ્નિ પ્રજ્વલિત કરવા માટે ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે, તેમ તેમ અગ્નિની તીવ્રતા વધારવામાં આવે છે. આ સાધનાના અંતિમ દિવસે 108 છાણાની અગ્નિ વચ્ચે તે તપ કરશે.

Advertisement

ગુરુના સાનિધ્યમાં સાધના

રાધિકા આ કઠોર તપસ્યા તેના ગુરુ બાલ યોગી દીપક નાથના માર્ગદર્શન હેઠળ કરી રહી છે. સાધના શરૂ કરતા પહેલા તે આખા શરીર પર ભસ્મનો લેપ કરે છે અને મૂર્તિની જેમ અડગ રહીને યોગ મુદ્રામાં બેસી જાય છે. તેની આ ભક્તિ જોઈને આસપાસના લોકો તેને 'રશિયન જોગણ' તરીકે પણ ઓળખવા લાગ્યા છે. રાધિકા જણાવે છે કે તેના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હવે શિવ ભક્તિ અને લોકસેવા છે.

25 મેંના રોજ પૂર્ણ થશે સાધના

25 મેના રોજ આ સાધનાની પૂર્ણાહુતિ થશે, ત્યારબાદ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર આ રશિયન મહિલાના વીડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જે ભારતની આધ્યાત્મિક શક્તિ અને વિદેશીઓ પર તેના પ્રભાવની સાક્ષી પૂરે છે.

આ પણ વાંચો : Singapore Fine : જમીન પર પડેલું ફળ ઉઠાવ્યું તો રૂ. 3.5 લાખનો દંડ ચોંટશે !

Tags :
Advertisement

.

×