ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Salman Khan એ ધાંસુ સ્ટાઈલથી Sikandar ની OTT રિલીઝની કરી જાહેરાત

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક એક્શન વીડિયો પોસ્ટ કરીને Sikandar ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરી છે. વીડિયો થઈ રહ્યો છે Viral.
05:52 PM May 25, 2025 IST | Hardik Prajapati
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક એક્શન વીડિયો પોસ્ટ કરીને Sikandar ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરી છે. વીડિયો થઈ રહ્યો છે Viral.
Salman Khan Gujarat First

Salman Khan : સિકંદર ફિલ્મ થીયેટરમાં જોઈએ તેવો કમાલ કરી શકી નહતી. જો કે સલમાન ખાન (Salman Khan) ના ફેન્સે તો આ ફિલ્મને ખૂબ માણી હતી. હવે Salman Khan આ ફિલ્મ નેટફ્લિક્સ પર લઈને આવી રહ્યો છે. સલમાન ખાને સિકંદર ફિલ્મની OTT રિલીઝની જાહેરાત ધાંસુ સ્ટાઈલથી કરી છે. તેને Instagram પર એક વીડિયો પોસ્ટ કરીને સિકંદર ફિલ્મની OTT રિલીઝની જાહેરાત કરી છે.

ધાંસુ જાહેરાત કરી

Salman Khan એ ધમાકેદાર એક્શન પ્રોમો સાથે તેની ફિલ્મ 'સિકંદર' (Sikandar) ની OTT રિલીઝની જાહેરાત કરી છે. આ ફિલ્મ હવે Netflix પર સ્ટ્રીમ થશે. 'સિકંદર' OTT પ્લેટફોર્મ પર દર્શકોને આકર્ષવામાં સફળ રહેશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ સલમાન ખાનની આ જાહેરાતથી ભાઈજાનના ફેન્સ ખુશ થઈ ગયા છે. સલમાન ખાને આ જાહેરાત કરવા માટે એક એક્શન સીનથી ભરપૂર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે એક લિફ્ટમાં ખલનાયકોના હાડકા તોડી રહ્યો છે. આ લિફ્ટમાં સલમાન ખાન સાથે તેની સહાયક પણ દેખાય છે. આ વીડિયોના એન્ડમાં સિકંદર ફિલ્મની OTT રિલીઝની જાહેરાત થાય છે. જેમાં સલમાન આગળ આવે છે અને કહે છે કે, સિકંદર હવે Netflix પર છે.

આ પણ વાંચોઃ  IPL પ્લેઓફ પહેલા વિરાટ કોહલી અયોધ્યા પહોંચ્યો, પત્ની અનુષ્કા શર્મા સાથે રામલલાના દર્શન કર્યા, VIDEO

થીયેટરમાં નબળું પ્રદર્શન

સલમાન ખાનની મચઅવેટેડ ફિલ્મ હતી Sikandar. આ ફિલ્મ થીયેટરમાં ઊંધે માથે પટકાઈ હતી. સલમાન ફેન્સે આ ફિલ્મ ખૂબવાર જોઈ પરંતુ તેઓ ફિલ્મને ડીઝાસ્ટર થવાથી બચાવી શક્યા નહીં. એ આર મુરુગાદોસ દ્વારા દિગ્દર્શિત અને રશ્મિકા મંદન્ના અભિનીત આ ફિલ્મની દર્શકો દ્વારા ઘણી ટીકા કરવામાં આવી હતી. આ ફિલ્મે ભારતમાં કુલ માત્ર ₹110 કરોડની કમાણી કરી હતી. જો કે સલમાને સિકંદર ફિલ્મની નેટફ્લિક્સની રિલીઝ જાહેરાત માટે જે પ્રમોશનલ વીડિયો બનાવ્યો છે તે વાયરલ થઈ રહ્યો છે. ફેન્સમાં અત્યારથી જ ઉત્સાહ વ્યાપી ગયો છે. જો કે સિંકદર OTT પ્લેટફોર્મ પર દર્શકોને આકર્ષવામાં સફળ રહેશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે.

આ પણ વાંચોઃ  kapilsharma show : 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો' પાછો આવી રહ્યો છે, આ દિવસથી હાસ્યનો ડોઝ બમણો થઈ જશે

Tags :
A.R.Murugadossaction sceneFlop MovieGujarat FirstGUJARAT FIRST NEWSInstagramNetflixOTT RELEASErashmika mandannasalman khanSikanderviral video
Next Article