Viral Video : ભારતમાં જ નહીં લંડનની ટ્રેનમાં પણ વેચાય છે સમોસા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
- લંડનના રેલવે પ્લેટફોર્મનો Video Viral થયો
- બિહારી સ્ટાઈલમાં વ્યક્તિએ ટ્રેનમાં વેચ્યા સમોસા
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા કોમેન્ટનો વરસાદ થયો
Viral Video : ભારતીયોના સૌથી પ્રિય સમોસા ભારતમાં દરેક જગ્યાએ મળે છે. તમને નાની દુકાનથી લઈને મોટી 5 સ્ટાર હોટલમાં પણ સમોસા મળી જશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય સમોસા હવે લંડનની ટ્રેનમાં પણ ઉપલબ્ધ છે ? સોશિયલ મીડિયાના (Video Viral) યુગમાં હવે દરેક નાની મોટી વસ્તુ વાયરલ થઈ રહી છે. ત્યારે વધુ એક લંડનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ભારતીયોને ખુશ કરી રહ્યો છે. ભારતના પ્રખ્યાત સમોસા લંડનની ટ્રેનમાં વેચાઈ રહ્યા છે. લોકો તેને જોઈને માત્ર આશ્ચર્ય જ નથી કરતા પણ ગર્વ પણ અનુભવે છે.
સમોસાનો લંડનની ટ્રેનમાં જલવો !
ઉલ્લેખનીય છે કે વીડિયોની શરુઆત લંડનના એક રેલવે પ્લેટફોર્મ પરથી થાય છે. જ્યાં મુસાફરોની મોટી ભીડ જોવા મળે છે. જ્યારે એક ભારતીય વ્યક્તિ, ધોતી-કુર્તા પહેરી સમોસા વેચી રહ્યો છે. પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રહેતા જ તે સમોસા સાથે ટ્રેનમાં ચઢીને સમોસા વેચવાનું શરુ કરે છે. ટ્રેનમાં ઘણા મુસાફરો, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, તેમણે તેના સમોસા ખરીદ્યા અને તેમની ખૂબ પ્રશંસા કરી. સમોસા વેચનાર વ્યક્તિ પોતાને બિહારી સમોસા વેચનાર કહે છે, જે હવે લંડનમાં પ્રખ્યાત થઈ ગયો છે.
View this post on Instagram
બિહારી સમોસા વેચનારનો Video Viral
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર biharisamosa.uk યુઝરનેમથી શેર કરાયેલા આ વીડિયોને 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, લગભગ 500,000 લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે.
વીડિયો જોયા પછી, કોઈએ ટિપ્પણી કરી, "હવે લંડનમાં સમોસા ઉપલબ્ધ છે, આનાથી વધુ ખુશી શું હોઈ શકે?" બીજાએ કહ્યું, "સમોસા હવે આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગયો છે." ઘણા યુઝર્સે એમ પણ પૂછ્યું, "શું લંડન ટ્રેનમાં આ વસ્તુઓ વેચવાની અને ખાવાની મંજૂરી છે?" એક યુઝરે લખ્યું, "મને લાગે છે કે તેણે લંડન ટ્રેનને ભારતીય ટ્રેન સમજી લીધી."
આ પણ વાંચો: Gujarat બોર્ડના વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત, જાણો શું છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો નિર્ણય


