Shehbaz Sharif: ઉતર્યા પહેલા જ ઉપાડો લીધો! શેહબાઝ શરીફની હવામાં સલામી જોઈને લોકો હસી-હસીને લોટપોટ!
- Shehbaz Sharif: કતાર પહોંચતા જ પાકિસ્તાની PM બન્યા 'એક્ટર'
- હવામાં સલામી આપતા શેહબાઝ શરીફની ઓવરએક્ટિંગ!
- હવામાં 'સલામી' અને સોશિયલ મીડિયા પર 'બદનામી'
- શેહબાઝ શરીફની વિમાનવાળી એક્ટિંગ ટ્રોલ!
- વિમાનની બારીમાંથી સલામી આપતા શેહબાઝ શરીફ
- વીડિયો જોઈ લોકો પેટ પકડીને લોટપોથ થયા
- કૂટનીતિ કે કોમેડી? કતારના આકાશમાં શેહબાઝ શરીફનો કમાલ
Shehbaz Sharif: પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ હાલમાં પોતાના કતાર (Qatar) પ્રવાસને લઈને સમાચારમાં છે, પરંતુ આ વખતે ચર્ચા કૂટનીતિ (Diplomacy) કરતા વધુ એક વાયરલ વિડિયોને (Viral Video) કારણે થઈ રહી છે. કતારના એરસ્પેસમાં પ્રવેશતાની સાથે જ તેમણે વિમાનની અંદરથી જે અંદાજમાં સલામી આપી, તેને લઈને ઈન્ટરનેટ યુઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.
Shehbaz Sharif: હવામાં સલામી અને સોશિયલ મીડિયા પર મજાક
પાકિસ્તાની પીએમનું વિમાન જ્યારે કતારની સરહદમાં દાખલ થયું, ત્યારે કતાર એરફોર્સના ફાઈટર જેટ્સ (Fighter Jets) તેમને એસ્કોર્ટ કરી રહ્યા હતા. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરવા માટે શેહબાઝ શરીફે વિમાનની બારીમાંથી હવામાં જ સલામી આપી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થતા જ લોકોએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. કેટલાક યુઝર્સે ટીખળ કરતા લખ્યું કે વડાપ્રધાને જમીન પર ઉતરવાની પણ રાહ ન જોઈ, તો કેટલાકે આ ઘટનાને અતિશય નાટકીય અથવા ઓવરએક્ટિંગ (Overacting) ગણાવી છે.
Shehbaz Sharif didn’t even wait for the plane to land and started saluting Qatar while still in the air 🤣
This foolish clown has been kept by Asim Munir for exactly this purpose. pic.twitter.com/PSSGHU4UOH
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) April 16, 2026
આ પણ વાંચો----- Life Is Beautiful : ફિકરની ફાકી કરો અને કામ કરો ભાઈ કામ કરો!
Shehbaz Sharif: આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને કૂટનીતિક પરંપરા
જોકે, જાણકારોના મતે આ પ્રકારના ઈશારા આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનો (International Protocol) એક ભાગ હોય છે. જ્યારે કોઈ દેશના વડા બીજા દેશની મુલાકાતે જાય છે અને તે દેશની વાયુસેના દ્વારા તેમને સન્માન આપવામાં આવે છે, ત્યારે તે મહેમાનગતિના બદલામાં આભાર માનવાની આ એક કૂટનીતિક પરંપરા (Diplomatic Tradition) છે. અન્ય દેશોના નેતાઓ પણ આ જ પ્રકારે સન્માન વ્યક્ત કરતા હોય છે, પરંતુ શેહબાઝ શરીફના કિસ્સામાં પાકિસ્તાનની હાલની રાજકીય સ્થિતિને કારણે યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.
Shehbaz Sharif: પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય અને પ્રાદેશિક તણાવ
શેહબાઝ શરીફનો આ કતાર પ્રવાસ માત્ર ઔપચારિક નથી, પરંતુ તે મધ્ય પૂર્વના (Middle East) દેશોની મુલાકાતનો એક મહત્વનો હિસ્સો છે. હાલમાં અમેરિકા અને ઈરાન (America-Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ અને તણાવને ઓછો કરવા માટે તેઓ મધ્યસ્થી તરીકે પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન સીઝફાયર (Ceasefire) અને પ્રાદેશિક શાંતિ સ્થાપવા બાબતે કતારના નેતૃત્વ સાથે મહત્વની મંત્રણાઓ થવાની શક્યતા છે. દોહા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor) પણ આપવામાં આવ્યું હતું.
Prime Minister Muhammad Shehbaz Sharif received a grand welcome during his visit to Qatar 🇵🇰🇶🇦
Escorted by Qatari fighter jets upon entering their airspace, the Prime Minister expressed gratitude to the Qatari leadership and pilots for the warm reception. pic.twitter.com/BXSdOnnN3k
— Shehbaz Digital Media (@ShehbazDigital) April 16, 2026
આ પણ વાંચો---- Trump Modi Conversation : પશ્ચિમ એશિયા અને દરિયાઈ સુરક્ષા પર ગહન ચર્ચા, ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા 'ખાસ મિત્ર'


