Iran-Israel war : ઈન્દોરમાં ખામેનીના મોત મુદ્દે મૌલાના આ શું બોલી ગયા..?
Iran-Israel war : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાનના સમાચાર વચ્ચે ઈન્દોરમાં શોકસભા દરમિયાન એક મૌલાનાનું ઉગ્ર અને વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કુરાનના ઉલ્લેખ સાથે આપેલા તેમના નિવેદને ભારે ચર્ચા જગાવી છે. આ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
- Iran-Israel war- What did Maulana say in Indore on Khamenei death?
- ખામેનીના અવસાનના સમાચારથી ભારતમાં શિયા સમુદાયમાં શોક
- ઈન્દોરથી કાશ્મીર સુધી રસ્તા પર ઉતર્યો શિયા સમુદાય
- અમેરિકા-ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, સુરક્ષા વ્યવસ્થા કડક
Iran-Israel war / What did Maulana say in Indore on Khamenei death? : તાજેતરમાં ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાનના સમાચાર વહેતા થતા જ ભારતના શિયા સમુદાયમાં શોકની લહેર ફરી વળી છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરથી લઈને કાશ્મીર અને કર્ણાટક સુધી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને પગલે મુસ્લિમ વર્લ્ડમાં ભારે આક્રોશ (Outrage) જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક સ્થળોએ મીણબત્તીઓ પ્રગટાવી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો, તો ક્યાંક પૂતળા દહન (Effigy burning) પણ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા (Security measures) સખત કરી દેવામાં આવી છે.

