એડિન રોઝનો ચોંકાવનારો ખુલાસો, કોન્ટ્રાક્ટ સાઇન કરાવાના બહાને એક શખ્સે કરી ગંદી હરકત
- એડિન રોઝનો ચોંકાવનારો ખુલાસો: 21 વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની
- એડિન રોઝનો દાવો : કોન્ટ્રાક્ટ સાઇન કરાવતા સમયે થયુ અયોગ્ય વર્તન
- કાસ્ટિંગ કાઉચ પર એડિન રોઝનો ખુલાસો: “મારી જાંઘ પર હાથ મૂક્યો અને...”
Edin Rose : Bigg Boss 18 ના ઘરમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર એડિન રોઝ (Edin Rose) એ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે 21 વર્ષની ઉંમરે તેને કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. તેણીએ જણાવ્યુ કે, એક કોન્ટ્રાક્ટ પર સહી કરવા માટે જ્યારે તે એક ઓફિસમાં ગઈ ત્યારે એક વૃદ્ધ વ્યક્તિએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. એડિન માટે આ ક્ષણ ખૂબ જ ખરાબ હતી, અને આ ઘટનાથી તે એટલી બધી ચોંકી ગઇ કે તે લગભગ 5 મિનિટ સુધી કોઈ પ્રતિસાદ આપી શકી નહોતી.
એડિન રોઝનો ચોંકાવનારો અનુભવ
એક પોડકાસ્ટ દરમિયાનની ખાસ વાતચીતમાં, એડિન રોઝ (Edin Rose) એ ખુલાસો કર્યો કે કાસ્ટિંગ કાઉચનો અનુભવ કેટલો ભયાનક હોઈ શકે. તેણીએ જણાવ્યું કે, જ્યારે તે કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે ગઈ, ત્યારે તે વ્યક્તિનો હાથ તેની જાંઘ પર હતો. એડિને કહ્યું કે, તેણીને સ્ક્રિપ્ટ પસંદ આવી, જેમાં મોટા નામો સામેલ હતા. ત્યારબાદ, તે વ્યક્તિએ બીજા દિવસે ફરી આવવા માટે કહ્યું. જીહા, તે વ્યક્તિએ પહેલા દિવસે બપોરે 1 વાગ્યે મળી પછી બીજા દિવસે સાંજે 7 વાગ્યે ઑફિસમાં બોલાવી, હવે આ મીટિંગ તેના ઘરમાં હતી અને ત્યા બધે જ કેમેરા લગાવેલા હતા. એડિને આ સમય પર આવવાનું સ્વીકાર્યું, પણ આ આખી પરિસ્થિતિ તેની માટે અજાણ્યા ભય અને અવિશ્વાસથી ભરેલી હતી.
View this post on Instagram
એડિન રોઝે પોતાના કાસ્ટિંગ કાઉચ અનુભવ વિશે ખુલાસો કરતાં કહ્યું કે, જે દિવસે તેણે કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કર્યા, ત્યારે તે વૃદ્ધ વ્યક્તિએ તેની જાંઘ પર હાથ મૂક્યો, જેનાથી તે ચોંકી ગઇ હતી. એડિને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, "વૃદ્ધ વ્યક્તિ કે જે એક દિવસ વધુ શ્વાસ લે તો તે મરી શકે છે અને તેની પાસે તે કરવાની હિંમત હતી. હું ત્યારે ખૂબ નાની હતી. હું હવે 26 વર્ષની છું, 2021 માં, હું આનાથી નાની હતી." એડિન માટે આ અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો હતો.
એડિન રોઝે શું આપી પ્રતિક્રિયા?
એડિન રોઝે વધુ ખુલાસો કરતા કહ્યું કે, જ્યારે તે વ્યક્તિએ તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે એકદમ ચોંકી ગઈ અને લગભગ 5 મિનિટ સુધી ફ્રીઝ થઇ ગઇ. પરંતુ, જેવો તે વ્યક્તિ એડિનના ચહેરાની નજીક આવ્યો અને તેના ગળા તરફ પહોંચ્યો, એડિન ગુસ્સામાં આવી ગઇ. તે પછી તેણે સૌથી પહેલા કરાર ફાડી નાખ્યો અને તુરંત ત્યાંથી નીકળી ગઇ. ત્યાર બાદ, એડિને તે વ્યક્તિને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો. એડિને આગળ જણાવ્યું કે, જ્યારે કોઈ ખુલ્લેઆમ આવા અનુભવો વિશે વાત કરે, ત્યારે લોકો તેની વિરુદ્ધ વલણ અપનાવીને ઉલટા તેને ટાર્ગેટ બનાવે છે અને તે પછી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટ કરવાની તકો તેના માટે ઓછી થઈ જાય છે.
આ પણ વાંચો : Iran : હિજાબ વિવાદમાં એક મહિલા થઇ નગ્ન! રસ્તા વચ્ચે કાર પર ચઢીને કર્યો વિરોધ