Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ટ્રેનના કોચમાં તોડફોડ કરી રીલ્સ બનાવતા યુવકોનો શરમજનક Video Viral

Viral Video : સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂ મેળવવાની ઘેલછા હવે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં ભારતીય રેલવેના (Indian Railways) જનરલ કોચમાં તોડફોડ કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
ટ્રેનના કોચમાં તોડફોડ કરી રીલ્સ બનાવતા યુવકોનો શરમજનક video viral
Advertisement
  • Viral Video : થવાની ઘેલછામાં યુવકે ચાલતી ટ્રેનની સીટો ફાડી
  • રેલવે કોચમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • આરોપી અંકિત ટોપો હોવાનો દાવો, યુઝર્સમાં ભારે રોષ
  • જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું ગંભીર ગુનો, કડક સજાની માંગ

Viral Video : સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂ મેળવવાની ઘેલછા હવે ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. તાજેતરમાં ભારતીય રેલવેના (Indian Railways) જનરલ કોચમાં તોડફોડ કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો માત્ર વાયરલ થવા માટે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતા અને રેલવેના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે.

Viral Video :  સીટ ફાડીને કેમેરા સામે આપ્યો પોઝ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગુલાબી શર્ટ પહેરેલો એક યુવક, જેનું નામ અંકિત હોવાનું કહેવાય છે, તે ટ્રેનની વાદળી સીટોને બળજબરીથી ફાડી રહ્યો છે. આટલું જ નહીં, તે આ ગંભીર કૃત્ય કરતી વખતે કેમેરા સામે હસીને પોઝ પણ આપી રહ્યો છે. તેની સાથેના અન્ય મિત્રો પણ ટ્રેનના ફિટિંગ પર ચઢીને બેદરકારીપૂર્વક કૂદકા મારી રહ્યા છે. આ પ્રકારની હરકતોથી માત્ર રેલવેને આર્થિક નુકસાન નથી થતું, પરંતુ મુસાફરોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થાય છે.

Advertisement

Advertisement

કડક કાર્યવાહીની માંગ

આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ આ યુવાનોને "બેજવાબદાર" ગણાવીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. રેલવે કાયદા મુજબ જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું એ બિનજામીનપાત્ર ગુનો છે, જેમાં જેલની સજા અને ભારે દંડની જોગવાઈ છે. નેટિઝન્સે રેલવે મંત્રાલયને ટેગ કરીને આ પ્રકરણમાં ત્વરિત તપાસની અપીલ કરી છે.

આ પણ વાંચો : Bengal માં ભાજપની જીત બાદ TMC પર Memes નો વરસાદ, વાયરલ વીડિયો જોઈને હસીને લોટપોટ થઈ જશો

Tags :
Advertisement

.

×