Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગિફ્ટ હોય તો આવી! સસરાએ જમાઈને ભેટમાં આપ્યા ચાંદીના કોલ્હાપુરી ચપ્પલ, કિંમત જાણી ચોંકી જશો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક સસરાએ પોતાના જમાઈને 4.5 લાખની કિંમતના ચાંદીના કોલ્હાપુરી ચપ્પલ ભેટમાં આપીને સૌને ચોંકાવી દીધા છે. 1.5 કિલો શુદ્ધ ચાંદીમાંથી બનેલી આ અનોખી ચપ્પલ કારીગર વિક્રાંત માલીએ 10 દિવસની મહેનત બાદ તૈયાર કરી છે. આ શાહી ભેટ હવે વિદેશમાં રહેતા જમાઈને મોકલવામાં આવી છે, જે કોલ્હાપુરની પરંપરાગત હસ્તકલાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
ગિફ્ટ હોય તો આવી  સસરાએ જમાઈને ભેટમાં આપ્યા ચાંદીના કોલ્હાપુરી ચપ્પલ  કિંમત જાણી ચોંકી જશો
Advertisement
  • મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બની 4.50 લાખની અનોખી ચપ્પલ
  • ચામડું નહીં પણ શુદ્ધ ચાંદીમાંથી તૈયાર થઈ કોલ્હાપુરી ચપ્પલ
  • સાંગલીના વેપારીએ જમાઈને ભેટ આપવા માટે ખાસ કરાવી તૈયાર
  • 1.5 કિલો વજન અને 10 દિવસની મહેનત બાદ બની અનોખી કૃતિ
  • કારીગર વિક્રાંત માલીની અદભૂત કલા સોશિયલ મીડિયા પર વાયરલ

મહારાષ્ટ્રનું કોલ્હાપુર [Kolhapur] તેની પરંપરાગત ચપ્પલ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ હાલમાં અહીં એક એવી ચપ્પલ તૈયાર કરવામાં આવી છે જેની ચર્ચા વિદેશો સુધી થઈ રહી છે. કોલ્હાપુરના મહાવીર નગરમાં રહેતા કુશળ કારીગર વિક્રાંત માલીએ શુદ્ધ ચાંદીમાંથી કોલ્હાપુરી ચપ્પલ (Silver Kolhapuri Chappal) તૈયાર કરી છે. આ ચપ્પલ કોઈ સામાન્ય ઉપયોગ માટે નથી, પરંતુ કલા અને વૈભવનું અનોખું પ્રતીક છે. આ અનોખી કૃતિની કિંમત અંદાજે 4.5 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Advertisement

 જમાઈ માટે ખાસ શાહી ભેટ

આ અનોખો ઓર્ડર સાંગલીના [Sangli] એક પ્રતિષ્ઠિત વેપારી દ્વારા આપવામાં આવ્યો હતો. તેઓ પોતાના જમાઈને કંઈક હટકે અને યાદગાર ભેટ આપવા માંગતા હતા, જેના માટે તેમણે ચાંદીના શિલ્પકામમાં નિષ્ણાત વિક્રાંત માલીનો સંપર્ક કર્યો. કારીગરે અસલ કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઇનનો ઊંડો અભ્યાસ કર્યો અને ૧૦ દિવસની સખત મહેનત બાદ 1.5 કિલો વજનની અને 10 ઇંચ લાંબી ચાંદીની ચપ્પલ તૈયાર કરી. આ સંપૂર્ણપણે હસ્તનિર્મિત [Handmade] કૃતિ છે, જેમાં ઝીણવટભર્યું કોતરણી કામ કરવામાં આવ્યું છે.

Advertisement

 આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી કોલ્હાપુરની કલા

આ ચાંદીની ચપ્પલ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે, કારણ કે વેપારીએ આ ભેટ તેમના જમાઈને વિદેશ મોકલી છે. વર્ષ 1994થી ચાંદીના કામ સાથે સંકળાયેલા વિક્રાંત માલી માટે આ કામ ખૂબ જ પડકારજનક હતું, કારણ કે ચાંદીને ચપ્પલનો આબેહૂબ આકાર આપવો સરળ નહોતો. આ કલાકૃતિ અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને કોલ્હાપુરની કલાની [Traditional Art of Kolhapur] ચોમેર પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો : US માં આકાશમાં બે Fighter Jet વચ્ચે ભીષણ ટક્કર, હવામાં Crash થતા ભયાનક અગ્નિતાંડવ

Tags :
Advertisement

.

×