Singapore Fine : જમીન પર પડેલું ફળ ઉઠાવ્યું તો રૂ. 3.5 લાખનો દંડ ચોંટશે !
- Singapore Fine ની પોસ્ટ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
- રસ્તાની બાજુમાં પડેલું ફળ પોતાનું સમજ્યું તો મોટી રકમ ચોંટશે
- ભારતીય મહિલાએ આ વાતની પોસ્ટ લોક જાગૃતિ માટે સોશિયલ મીડિયામાં મુકી
Singapore Fine : ભારતમાં, કેટલાક લોકો રસ્તાના કિનારે આવેલા ઝાડ પરથી પડેલું ફળ ઉપાડવાને પોતાનો અધિકાર માને છે. પરંતુ જરા શોભો.. સિંગાપોરમાં એક ભારતીય મહિલાએ એક ચેતવણી આપી છે જે, તમને મૂંઝવણમાં મૂકી દેશે. ત્યાં જમીન પર પડેલું એક ફળ ઉઠાવી લેવું તમારા ખિસ્સાને લગભગ 3.75 લાખ રૂપિયાનો દંડ ચોંટાડી શકે છે.
Singapore Fine, 5000 સિંગાપોર ડોલરનો દંડ ચોંટી શકે
સિંગાપોરમાં રહેતી પ્રિયંકા સિંહા નામની મહિલાની સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં તોફાન મચાવી રહી છે (Priyanka Sinha Post Viral). પ્રિયંકાએ જણાવ્યું કે, સિંગાપોરના નિયમો એટલા કડક છે કે, જાહેર વૃક્ષો પરથી ફળો તોડવાની વાત તો છોડી દો (Public Tree Fruits), પડી ગયેલા ફળો પણ ઉપાડવા એ ગુનાની શ્રેણીમાં આવે છે. જો તમે ભૂલથી સરકારી ઝાડ પરથી કેરી તોડી નાખો છો, તો તમારે 5000 સિંગાપોર ડોલર એટલે કે 3.5 લાખ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડી શકે છે.
View this post on Instagram
આ પણ વાંચો - કરોડોને રડાવનાર Titanic હવે હસાવશે! AIના જાદુએ બદલી નાખ્યો ફિલ્મનો ક્લાઈમેક્સ!
Singapore Fine, આપણું ભારત શ્રેષ્ઠ છે
ત્યાંની સરકાર માને છે કે સરકારી જમીન પર વાવેલા વૃક્ષો અને તેમના ફળો દેશની સંપત્તિ છે. જો તમને ફળો જોઈએ છે, તો તમારે નેશનલ પાર્ક્સ બોર્ડ (NParks) પાસેથી પરવાનગી લેવી પડશે. નિયમો એટલા કડક છે કે જો તમે કોઈપણ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અનામત વિસ્તારમાં આવું કરતા પકડાઈ જાઓ છો, તો દંડ $50,000 સુધી પહોંચી શકે છે અને તમારે 6 મહિનાની જેલ પણ ભોગવવી પડી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો આ સમાચાર વાંચીને આનંદ માણી રહ્યા છે અને કહી રહ્યા છે કે, 'ભાઈ, આપણું ભારત શ્રેષ્ઠ છે'.
સ્વચ્છતા અને શિસ્ત માટે આખી દુનિયામાં પ્રખ્યાત
સૌથી મોટી રસપ્રદ વાત એ છે કે, જો તમારા પાલતુ પ્રાણી પણ રમતી વખતે કોઈ ફળ ઉપાડી લે છે, તો કાયદેસર રીતે તેની જવાબદારી ફક્ત માલિકની રહેશે. સિંગાપોર તેની સ્વચ્છતા અને શિસ્ત માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ ભારતીયો કેરી જેવી નાની વસ્તુ પર આટલી મોટી કાર્યવાહી પચાવી શકતા નથી. ત્યાંના કડક નિયમો તે દેશને વિશ્વના સૌથી સુરક્ષિત અને સ્વચ્છ દેશોની યાદીમાં ટોચ પર રાખે છે.
'મફત' વસ્તુઓથી દૂર રહો
તો ભાઈ, આગલી વખતે જ્યારે તમે વિદેશ પ્રવાસ કરો, ત્યારે ત્યાંના રસ્તાઓ પર પડેલી 'મફત' વસ્તુઓથી દૂર રહો. નહિંતર, કેરીનો સ્વાદ તમને જીવનભર કડવો અનુભવ આપી શકે છે. ખરેખર, શિસ્તનું આ ઉદાહરણ આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો - Wi-Fi Trick : એન્ટેના પર Aluminum Foil નો ઉપાય વાયરલ, જાણો ફાયદા


