Nala Party : વાયરલ થવા ગંદકીથી ખદબદતા નાળામાં ડૂબકી લગાવીને કોલ્ડ ડ્રિંક ગટગટાવ્યું
Nala Party, સોશિયલ મીડિયામાં છવાઇ જવા પુનીત સુપરસ્ટારે (Social Media Influencer - Puneet Super Star) હદ વટાવી હોવાનો વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં, પુનીત વારંવાર ગટરના પાણી સાથે વિચિત્ર કૃત્યો કરતો જોવા મળે છે. આ જોઈને, ઘણા ઇન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે, અને પ્રશ્ન પુછી રહ્યા છે કે, વાયરલ થવા માટે આટલી હદ સુધી જવું યોગ્ય છે !
Advertisement
- Nala Party, સોશિયલ મીડિયામાં છવાઇ જવા પુનીત સુપરસ્ટારે હદ વટાવી
- ગંદથીથી ખદબદતા નાામાં ડૂબકી લગાવીને કોલ્ડ ડ્રિંક ગટગટાવ્યું
- કહેવાતા ઇન્ફ્લુએન્સરની હરકતથી ઇન્ટરનેટ યુઝર્સમાં ભારે રોષની લાગણી
- લોકોએ હદ વટાવતા કૃત્ય સામે કોમેન્ટ બોક્સમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો
Nala Party : સોશિયલ મીડિયા પર વાયરલ થવાની દોડમાં (Social Media - Viral Race) લોકો કેટલી હદ સુધી જઈ શકે છે, તે દર્શાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પુનીત સુપરસ્ટારની (Social Media Influencer - Puneet Super Star) કરતુતોએ લોકોને ચોંકાવી દીધા છે ,અને સાથો સાથ ગુસ્સે પણ કર્યા છે. વીડિયોમાં, તે ગંદા ગટરમાં પાર્ટી કરતો જોવા મળે છે.

