અજગર સાથે રમત કરવી રશિયન મોડેલને ભારે પડી, નાક પર બચકું ભર્યું - Video
- રશિયન મોડેલને અજગરે ભર્યું બચકું
- ફોટોશૂટ દરમિયાન બની ઘટના
- જાનવરો સાથે ફોટોશૂટ ખતરનાક બની શકે છે!
Snake bite Russian Model : કૂતરું અને બિલાડી પાળવી આજના સમયે સામાન્ય વાત છે પણ ઘણા લોકો પોતાના શોખ માટે સાપ કે અજગર પાળે છે, પણ આ પ્રાણી ક્યારે ખતરનાક બની જાય, એ કહેવું મુશ્કેલ છે. તાજેતરમાં, એક રશિયન મોડેલ પર એવી જ એક ઘટના ઘટી. ફોટોશૂટ દરમિયાન, મોડેલે તેના હાથમાં અજગર પકડ્યો હતો અને તેને ચુંબન કરતો પોઝ આપી રહી હતી. તે દરમિયાન અચાનક અજગરે તેના નાક પર બચકું ભરી લીધું.
મોડેલ ગંભીર ઇજાથી બચી
મોડેલે આ પરિસ્થિતિમાં શાંતિ જાળવી રાખી અને અજગરને કોઇ ઇજા પહોંચાડ્યા વગર તેને નીચે મૂકી દીધો. સદનસીબે, અજગર ઝેરી નહોતો, જેના કારણે મોડેલ ગંભીર ઇજાથી બચી ગઈ. જો તે ઝેરી હોત, તો સ્થિતિ ગંભીર બની શકતી. આ ઘટનાનો વીડિયો મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો, જેમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ દેખાઈ રહી છે.
જાનવરથી સાવચેત રહો
મોડેલે ત્યારબાદ નાક પર અજગરના ડંખના નિશાન સાથે વધુ એક વીડિયો શેર કર્યો. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચકચાર મચાવી છે. લોકોએ આ દ્રશ્યો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જીવજંતુઓ સાથે કામ કરતી વખતે સાવધ રહેવું જોઈએ. કેટલાક યુઝર્સે કહ્યું કે, આવું કરવું ખૂબ જ ખતરનાક બની શકે છે.
એક યુઝરે લખ્યું, સાપ કે અન્ય ખતરનાક પ્રાણીઓ સાથે યોગ્ય અંતર રાખવું જ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના તમામ માટે એક શીખ છે કે પ્રાણીઓ સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે, કેમ કે જો સાચી રીતે ધ્યાન રાખવામાં ન આવે, તો ખતરનાક પરિણામો આવી શકે છે.
આ પણ વાંચો : Viral Video : બે બસો વચ્ચે ફસાઈ ગયો શખ્સ, પછી જે થયું તે જોઇ તમે ચોંકી જશો