Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Viral Singer Ranu Mondal ની સ્થિતી આજે ખરેખર દયનીય !

Viral Singer Ranu Mondal ની મુલાકાતે યુટ્યુબર નિશા તિવારી પહોંચ્યા હતા. નિશા તિવારીના વીડિયો જોઈને, કોઈ સમજી શકે છે કે, કેવી રીતે ભાગ્યએ પહેલા રાનુ મંડલને પ્રસિદ્ધીનો સ્વાદ ચાખ્યો, અને પછી અચાનક તેને અંધકારમાં ધકેલી દીધી હતી. દરવાજાની અંદર, બધું વેરવિખેર છે, એક તૂટેલી ખુરશી, બાંધકામનો સામાન, ફ્લોર પર વેરવિખેર વસ્તુઓ, ફરતા વંદા.
viral singer ranu mondal ની સ્થિતી આજે ખરેખર દયનીય
Advertisement
  • Viral Singer Ranu Mondal ને લઇને ચોંકાવનારો ખુલાસો થયો
  • એક સમયે પ્રસિદ્ધ થયેલી રાનું મંડલની હવે કોઇ દરકાર લેતું નથી
  • તાજેતરમાં યુટ્યુબર નિશા તિવારી રાનું મંડલની ખબર કાઢવા પહોંચી

Viral Singer Ranu Mondal : સોશિયલ મીડિયા પર એક સમય એવો હતો, જ્યારે લોકો ફક્ત રાનુ મંડલ (Social Media Fame Ranu Mandal) વિશે જ વાતો કરતા હતા. ઓગસ્ટ 2019 માં, રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર "એક પ્યાર કા નગ્મા હૈ" ગાતો તેણીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ તેણીને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી હતી. ત્યારબાદ, રાનુ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી એન્ડ હીર માટે "તેરી મેરી કહાની" (Teri Meri Kahani - Song) સોંગ ગાયું હતું. તેણીની ટીવી રિયાલિટી શોમાં પણ દેખાઈ હતી, અને બાંગ્લાદેશી સ્ટાર હીરો આલમ સાથે કામ કર્યું હતું. થોડા સમય માટે, તે ઇન્ટરનેટ પર ભારે લોકપ્રિય થઇ હતી, પરંતુ હવે, લગભગ ચાર વર્ષ પછી, ઇન્ટરનેટ પર રાનુ મંડલ વિશે કોઈ નોંધ લેતું નથી, જો કોઇને તેના વિશે યાદ છે, તેઓ જાણવા માંગે છે કે તે હવે ક્યાં છે.

Advertisement

આ પણ વાંચો ------  Viral Video : આક્રોશિત મહિલાએ જાહેરમાં પોતાની E-Rickshaw ફૂંકી મારી

Advertisement

પ્રસિદ્ધી બાદ અંધકારમાં ધકેલાઇ (Viral Singer Ranu Mondal)

રાનુ મંડલની કહાની આજે સારા મોડ પર નથી, તે દર્શાવે છે કે, ગ્લેમરનું જીવન કોઈપણ ક્ષણે કેવી રીતે સમાપ્ત થઈ શકે છે. તાજેતરમાં, યુટ્યુબર નિશા તિવારીએ (Youtuber Nishu Tiwari) રાણાઘાટમાં રાનુ મંડલના ઘરની મુલાકાત લીધી હતી. તેનું ઘર જર્જરિત હાલતમાં છે, અને દરવાજા પાછળ બંધ છે. નિશા તિવારીના વીડિયો જોઈને, કોઈ સમજી શકે છે કે, કેવી રીતે ભાગ્યએ પહેલા રાનુ મંડલને પ્રસિદ્ધીનો સ્વાદ ચાખ્યો, અને પછી અચાનક તેને અંધકારમાં ધકેલી દીધી હતી. દરવાજાની અંદર, બધું વેરવિખેર છે: એક તૂટેલી ખુરશી, બાંધકામનો સામાન, ફ્લોર પર વેરવિખેર વસ્તુઓ, ફરતા વંદા, અને નિશા તિવારીના મતે, "બાથરૂમમાંથી દુર્ગંધ આવે છે" અને "બધે જ કચરો" જણાય છે.

માનસિક સમસ્યા હોવાની જાણકારી (Viral Singer Ranu Mondal)

નિશા તિવારી કહે છે કે, ઘર ખરાબ હાલતમાં છે. જુઓ, મીઠું, લોટ, બધું બધે વેરવિખેર છે. આનો જવાબ રાનુ મંડલ અંગ્રેજીમાં આપે છે, જે તેણીએ મુંબઈમાં રહેતા શીખી હતી, "કારણ કે મારી પાસે તેને સંગ્રહવા માટે કન્ટેનર નથી." વીડિયોમાં નિશા તિવારી રાનુ મંડલને મળવા ખોરાક, જ્યુસની બોટલો અને નાસ્તા સાથે પહોંચે છે. જ્યારે રાનુ મંડલ ખાતી હોય છે, ત્યારે એક માણસ ઘરની બહાર ઉભો જોવા મળે છે. જ્યારે તિવારીએ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "તેને માનસિક સમસ્યા છે."

ક્યારેક પૈસા કમાયા, ક્યારેક છેતરપીંડિ

આજકાલ, તે માનસિક રીતે બિલકુલ સ્વસ્થ નથી. રાનુ મંડલ વસ્તુઓ યાદ રાખી શકતી નથી, કે તે વસ્તુઓને યોગ્ય રીતે સમજી શકતી નથી. તે પાંચ મિનિટમાં પોતાના શબ્દો ભૂલી જાય છે. ક્યારેક તે કહે છે કે, તેણે ઘણા પૈસા કમાયા છે, ક્યારેક તે કહે છે કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. ક્યારેક તે અચાનક હસવા લાગે છે, ક્યારેક તે ગુસ્સે થઈ જાય છે. તેની માનસિક સ્થિતિને કારણે, લોકો હવે તેની કોઈપણ વાત પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકતા નથી.

આ પણ વાંચો ------ Titanic Recreate : Rajesh Khanna અને Aishwarya Rai ની AI જમાવટ

Tags :
Advertisement

.

×