ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Viral : ઇન્ટરનેટ પર છવાઇ હાયાબુસા દુલ્હન, લગ્ન સ્થળે પણ સૌનું ધ્યાન ખેચ્યું હતું

પોતાના લગ્નમાં શાનદાર અને યાદગાર એન્ટ્રી માટે દુલ્હનીયા અને વરરાજા અવનવા પ્રયોગો હાથ ધરતા હોય છે. જેની જેની શક્તિ તે પ્રમાણે તેઓ ખર્ચ કરીને પ્રસંગને યાદગાર બનાવતા હોય છે. તાજેતરમાં એક ભારતીય દુલ્હનીયાએ લગ્ન સ્થળે સ્પોર્ટ્સ બાઇક હાયાબુઝામાં એન્ટ્રી લેતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. અને તમામનું ધ્યાન તેને પર કેન્દ્રિત થઇ ગયું હતું.
04:21 PM Nov 01, 2025 IST | PARTH PANDYA
પોતાના લગ્નમાં શાનદાર અને યાદગાર એન્ટ્રી માટે દુલ્હનીયા અને વરરાજા અવનવા પ્રયોગો હાથ ધરતા હોય છે. જેની જેની શક્તિ તે પ્રમાણે તેઓ ખર્ચ કરીને પ્રસંગને યાદગાર બનાવતા હોય છે. તાજેતરમાં એક ભારતીય દુલ્હનીયાએ લગ્ન સ્થળે સ્પોર્ટ્સ બાઇક હાયાબુઝામાં એન્ટ્રી લેતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. અને તમામનું ધ્યાન તેને પર કેન્દ્રિત થઇ ગયું હતું.

Viral : વરરાજા હોય કે કન્યા (Bride And Groom), દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેમના લગ્ન એટલા ખાસ હોય કે તે મહેમાનોના મનમાં જીવનભરની યાદો છોડી જાય. આ જ કારણ છે કે, આજે લગ્ન વિવિધ એક્ટિવીટીઓ સાથે યોજાઈ રહ્યા છે, જેમ કે પ્રી-વેડિંગ શૂટનું લાઈવ સ્ટ્રીમિંગ, પરિવારના સભ્યો દ્વારા ડાન્સ અને આવું ધણું બધુ. આ એક્ટિવિટીમાં વરરાજા અને વરરાજાની ભવ્ય એન્ટ્રીનો (Bride And Groom Grand Entry) સમાવેશ થાય છે. એક લગ્નમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં કન્યાએ સફેદ સુપરબાઈક (Hayabusa Dulhan) પર શાનદાર એન્ટ્રી કરી હતી, તેની ભવ્ય એન્ટ્રીએ મહેમાનો સહિત સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ભારે વાયરલ (Viral Video) થઇ રહ્યો છે.

મહેમાનો દંગ રહી ગયા

આ વીડિયો @zaheerkhan5809 હેન્ડલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, પરંપરાગત લાલ પોશાક, મેચિંગ ઘરેણાં અને મેકઅપમાં સજ્જ દુલ્હન, વિશ્વની સૌથી શક્તિશાળી મોટરસાયકલોમાંની એક, હાયાબુસા પર સવાર થઈને પ્રવેશી હતી. મહેમાનોએ આશ્ચર્ય અને ઉત્સાહથી સ્ટેજ તરફ આગળ વધતાં જોયું હતું. વીડિયોની શરૂઆતમાં લગ્નના જોડામાં તૈયાર કન્યા હાયાબુસા પર બેઠી છે, જે ઉત્સાહી મહેમાનોથી ઘેરાયેલી છે. બાળકો અને પુખ્ત વયના લોકો દુલ્હનને ચાલતા કે, શણગારેલી કારમાં આવવાને બદલે સુપરબાઈક પર સવારી કરતી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ફોટોગ્રાફરો તેના શ્રેષ્ઠ ફોટા લેવા માટે દોડી જાય છે, અને જેમ બાઇક આગળ વધે છે, તેમ તેમ તેની પાછળ ચાલે છે. બાઇક પર યુવતિની આત્મવિશ્વાસપૂર્ણ એન્ટ્રી અને કંટ્રોલને બધાએ વખાણ્યા છે.

મિલિયનથી વધુ વ્યૂઝ

નોંધપાત્ર રીતે, વિડિઓના કેપ્શનમાં લખ્યું છે, "હાયાબુસા પર દુલ્હન." આ વિડિઓ અત્યાર સુધીમાં મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે મજાકમાં ટિપ્પણી કરી, "આ કદાચ મારા નાના ભાઈની બાઇક છે... તે ગુસ્સે થઈ ગયો અને તેને પકડવા માટે બાઇકની સામે આવ્યો... તે હાથ લાગી ન્હતી.

આ પણ વાંચો ----- Samsung ના લેટેસ્ટ ફોલ્ડ ફોનની ઓનલાઇન ખરીદી કરતા પથ્થરની ડિલીવરી મળી

Tags :
BrideEntryInHayabusaGujaratFirstgujaratfirstnewsGujaratiNewsSocialmediaViralVideo
Next Article