Viral : માથે TV પહેરીને નીકળેલા યુવકે ઇન્ટરનેટ ગાંડુ કર્યું, યુઝરે લખ્યું, 'આ યુક્તિ બહાર ના જવી જોઇએ'
હાલના સમયમાં રોડ અકસ્માતની ઘટનાઓ ટાળવા માટે હેલમેટ પહેરવા પર વધારો જોર મુકવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક લોકોએ આ તકમાં પોતાનું જુગાડુ મગજ દોડાવીને હેલમેટની જગ્યાએ ટીવી પહેરીને ઇન્ટરનેટ ગાંડુ કર્યું છે. યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ આ વીડિયોને વધારે પસંદ કરી રહ્યા છે. અને તેના પર લાઇક અને કોમેન્ટ શેર કરીને તેને વધુ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
Advertisement
- સોશિયલ મીડિયામાં યુવકનો હેલમેટની જગ્યાએ ટીવી પહેર્યાનો વીડિયો વાયરલ
- ઇન્ટરનેટ પર હજારો યુઝર્સ દ્વારા આ વીડિયો નિહાળવામાં આવ્યો છે
- યુઝર્સે આ યુવકની યુક્તિને જોઇને તેને ભારત રત્ન આપવા સુધીની માંગ કોમેન્ટમાં કરી છે
Viral : ભારતીયોના સ્વદેશી જુગાડ (Indian Desi Jugaad) સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ લોકપ્રિય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે (Viral Video) આવ્યો છે. આ વીડિયોમાં એક યુવક સ્વદેશી જુગાડની એક અનોખી યુક્તિનો ઉપયોગ કરતો જોવા મળે છે. વીડિયો જોયા પછી તમને પણ લાગશે કે, તે માણસે જુગાડની બધી હદો વટાવી દીધી છે. આ વીડિયોમાં બાઇક ચલાવતો યુવાન હેલ્મેટને બદલે જૂનું ટીવી પહેરે છે. હવે આ વીડિયો જોયા પછી, વપરાશકર્તાઓ મૂંઝવણમાં છે કે, આ યુક્તિથી હસવું કે રડવું.

