Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gift Video : Scooty નું કહીને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરતા માતા-પિતા સ્તબ્ધ !

Gift Video સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયોમાં કોમેન્ટ કરનારાઓમાં ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ સામેલ હતા. સુનીલ શેટ્ટી, અર્જુન બિજલાની, સ્મૃતિ ખન્ના જેવા સેલેબ્સે આ વીડિયો પર પ્રેમ વરસાવ્યો છે. અર્જુને લખ્યું, "હું આ લાગણી જાણું છું." આ વિડીયો પર સેલિબ્રીટીઓની સાથે જ ઘણા સામાન્ય લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે
gift video   scooty નું કહીને લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરતા માતા પિતા સ્તબ્ધ
Advertisement
  • Gift Video સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે
  • માતાને સ્કૂટી લાવવાનું કહીને દિકરો મોંઘી કાર લઇ આવ્યો
  • કાર જોતા જ માતા-પિતાના ચહેરા પર સુખદ આશ્ચર્ય જોવા મળ્યું

Gift Video : દરરોજ સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ (Social Media - Viral Video) થાય છે, જે લોકોનો દિવસ યાદગાર બનાવી દે છે. આવો જ એક વાયરલ વીડિયો આજકાલ લોકોના દિલ જીતી રહ્યો છે. આ વિડીયો માતાપિતાની લાગણીઓને કેદ કરે છે (Parents Emotional Video), જેઓ તેમના પુત્ર દ્વારા તેમને મોટી સરપ્રાઈઝ આપવામાં આવી ત્યારે ખૂબ જ ખુશ થાય છે. ઈન્ટરનેટ યુઝર્સ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Gift Video, માતા પણ ચોંકી ગયા

વીડિયોમાં, એક શખ્સ કહે છે કે, તે તેના પિતાને આશ્ચર્યચકિત કરવા માટે સ્કૂટર ખરીદવા જઈ રહ્યો છે, અને તેણે તેની માતાને તેના વિશે કહ્યું છે. જો કે, જ્યારે ખરેખર આશ્ચર્ય સામે આવે છે, ત્યારે માતા પોતે પણ ચોંકી જાય છે.

Advertisement

Gift Video, પિતાનું સંભળવા તૈયાર રહેજે

આ વીડિયો સિદ્ધાર્થ ભદોરિયાએ (Siddharth Bhadauria - Video) શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં, તે કહે છે કે, તેણે તેની માતાને કહ્યું છે કે, પિતા માટે તે સ્કૂટર લાવી રહ્યો છે. સિદ્ધાર્થે કહ્યું કે, સવારથી તેની માતાએ તેને 2-3 વાર કહ્યું છે કે, દીકરા, તું લાવી રહ્યો છે, પણ પિતાનું સાંભળવા માટે તૈયાર રહેજે. તેમણે કહ્યું કે, તેઓ જાણે છે કે, અહીં આપણે એક લાખ કે દોઢ લાખ રૂપિયાની વાત નથી કરી રહ્યા.

Advertisement

આ પણ વાંચો - Met Gala Viral Video: "જ્યાં ઈશા, ત્યાં ઓરી": કિમ કાર્દાશિયન જેવું જ છે ઈશા અને ઓરીનું આ અનોખું બોન્ડિગ!

સ્કુટરી નહીં કાર ખરીદી

વીડિયોમાં આગળ, એક BMW કાર રસ્તા પર દોડતી જોવા મળે છે. આ સિદ્ધાર્થના માતા-પિતા માટે ખાસ સરપ્રાઈઝ છે. તેણે સ્કૂટી નહીં, પણ BMW કાર ખરીદી છે.

આંખોમાં ખુશીના આંસુ આવ્યા

જ્યારે સિદ્ધાર્થ કાર લઈને ઘરે પહોંચે છે, ત્યારે તે તેના માતાપિતાને બોલાવે છે અને તેમને ચાવીઓ આપી દે છે. કી બટન દબાવતાની સાથે જ સ્કૂટર પાછળ પાર્ક કરેલી BMW ની લાઇટો ઝળહળી ઉઠે છે. માતાને લાગે છે કે તેનો દીકરો સ્કૂટર લાવ્યો છે, પણ જ્યારે તેને વાસ્તવિક આશ્ચર્યની ખબર પડે છે, ત્યારે તે ચોંકી જાય છે. આ સમય દરમિયાન તેમની પ્રતિક્રિયા જોવા જેવી છે. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ રહ્યા છે. પિતા પણ આશ્ચર્યચકિત થાય છે અને પૂછે છે કે, આટલી મોંઘી કાર કોણ ખરીદે છે?

23 મિલિયન વ્યૂઝ મળ્યા

સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ ક્ષણને પસંદ કરી રહ્યા હોય તેવું લાગે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને લગભગ 23 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. દરમિયાન, ઘણા લોકોએ આના પર કોમેન્ટ્સ પણ કરી છે.

હું આ લાગણી જાણું છું

કોમેન્ટ કરનારાઓમાં ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ ઘણા સેલેબ્સ પણ સામેલ હતા. સુનીલ શેટ્ટી, અર્જુન બિજલાની, સ્મૃતિ ખન્ના જેવા સેલેબ્સે આ વીડિયો પર પ્રેમ વરસાવ્યો છે. અર્જુને લખ્યું, "હું આ લાગણી જાણું છું." આ વિડીયો પર ઘણા સામાન્ય લોકો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી છે. એકે કહ્યું, "વિડીયો જોતી વખતે મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ." બીજાએ કહ્યું, "આન્ટીના હાવભાવ કિંમતી છે."

આ પણ વાંચો - Dubai Life દેખાય છે એટલી રંગીન અને સરળ નથી! Indian Woman એ બતાવ્યું સંઘર્ષ, Viral Video

Tags :
Advertisement

.

×