Viral : બીમાર માતાની સેવા માટે 1 મહિના પગાર સાથે રજા મળતા કર્મચારી ચોંક્યો
- વિશ્વભરમાં કંપનીઓ કર્મચારી વિરૂદ્ધ આકરા પગલાં માટે જાણીતી બની છે
- કંપનીએ કર્મચારીને જરૂરિયાતના સમયે એક મહિનાની પગાર સાથે રજા આપી
- કંપનીના કો-ફાઉન્ડરે સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં શેર કરતા વાયરલ થઇ
Employee Got One Month Paid Leave For Mother Care Viral : વિશ્વભરની કંપનીઓ કર્મચારી વિરોધી પગલાં લઈ રહી છે, ત્યારે એક કંપનીના કો-ફાઉન્ડરની સોશિયલ મીડિયા લિન્ક્ડઇન પોસ્ટ દેશ-દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે. તેમણે વર્ણવ્યું કે, કેવી રીતે તેમણે તેમના એક કર્મચારીને તેની માતાની બીમારીને કારણે પગાર સાથે એક મહિનાની રજા આપી હતી. પોસ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે તે એક મહિના પછી કામ પર પાછી ફરી, ત્યારે તે વધુ ઉત્સાહી જોવા મળી હતી. સોશિયલ મીડિયા ગ્રોથ કંપની બિન્ગેલાબ્સના કો-ફાઉન્ડર દિવ્યે અગ્રવાલે આ માહિતી આપી છે. તેમણે લખ્યું, "ગયા વર્ષે, ટીમના એક સભ્યને એક મહિનાની રજાની જરૂર હતી. તેની માતા બીમાર હતી, અને તેઓને સંપૂર્ણ કાળજીની જરૂર હતી."
આ પણ વાંચો -------- Viral : Metro Train માં સ્ટંટબાજી કરીને મહિલા સોશિયલ મીડિયા પર છવાઇ
પરત ફરીને કામો સારી રીતે પૂર્ણ કર્યા
પોસ્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, કર્મચારીએ કહ્યું હતું કે, તે સાંજે કામ કરી શકે છે, અને કામ સંબંધિત કૉલ્સ સમયે હાજરી આપી શકે છે. જો કે, મેનેજમેન્ટે તેને આખા મહિનાની રજા લેવાનું કહ્યું હતું. વધુમાં, તેને એ પણ જણાવવામાં આવ્યું હતું કે, તેનો આખા મહિનાનો પગાર ચૂકવવામાં આવશે. આટલું સાંભળીને કર્મચારી ચોંકી ઉઠ્યો હતો. દિવ્યે અગ્રવાલ સમજાવે છે કે, આ નિર્ણયથી તેના બે પ્રોજેક્ટમાં વિલંબ થયો, પરંતુ જ્યારે કર્મચારી એક મહિના પછી કામ પર પાછો ફર્યો, ત્યારે તેણે કંપનીના વર્ષના કેટલાક કાર્યોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યા હતા. પોસ્ટમાં આગળ જણાવાયું છે કે, તેઓએ આ કોઈ ઉપકારથી નહીં, પરંતુ તેણીને ખ્યાલ હતો કે, કંપની ફક્ત કહેવા માટે જ તેને ટેકો આપતી નથી, પરંતુ ખરેખર જોડે ખડેપગે ઉભી છે.
કંપનીઓ જરૂર હોય ત્યારે પણ રજા આપતી નથી
ઘણા લોકોએ આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે. મોટાભાગની ટિપ્પણીઓમાં દિવ્યે અગ્રવાલની પ્રશંસા કરવામાં આવી હતી. લોકોએ કહ્યું હતું કે, ઘણી ભારતીય કંપનીઓ વર્ક-લાઇફ બેલેન્સને સમજી શકતી નથી. કેટલાક કર્મચારીઓ બીમાર હોય ત્યારે પણ રજા આપવાનો પણ ઇનકાર કરે છે. આવી કંપનીઓમાં, આ અનોખો અનુભવ શેર કરતી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ પણ વાંચો -------- mParivahan એપની નકલી APK લિંક વાયરલ, સાયબર એક્સપર્ટે ચેતવ્યા


