Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Student Cheating Viral Video : પરીક્ષામાં નકલ કરવા માટેની સૌથી અનોખી ટ્રિક: વિદ્યાર્થીઓએ ચોરીની ચિઠ્ઠીઓને અહીં છુપાવી

દિલ્હી બ્લાસ્ટના આતંકી મોહમ્મદ ઉમર નબીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે વિસ્ફોટ પહેલાનો હોવાનું માનવામાં આવે છે. વીડિયોમાં ઉમર નબી ફટફટાટ અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (સુસાઇડ બોમ્બિંગ)ના વિચારને સમજાવવાનો અને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો આતંકવાદીના મનોવિજ્ઞાનને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ DNA દ્વારા તેની ઓળખની પુષ્ટિ કરી છે અને કેસની તપાસ ચાલુ છે.
student cheating viral video   પરીક્ષામાં નકલ કરવા માટેની સૌથી અનોખી ટ્રિક  વિદ્યાર્થીઓએ ચોરીની ચિઠ્ઠીઓને અહીં છુપાવી
Advertisement
  • વિદ્યાર્થીઓએ નકલ કરવા માટે અનોખી જુગાડ અપનાવ્યો
  • ચોરીની ચિઠ્ઠીઓને કપડાંના લેબલમાં સ્ટેપલર કરીને છુપાવવામાં આવી
  • આ 'Cheating Tricks Viral' વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે
  • યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આ રીલ શિક્ષકોથી છુપાવવી જોઈએ
  • આ વીડિયો _memes_staar_ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ થયો છે

Student Cheating Viral Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં એકવાર પ્રવેશ કર્યા પછી વ્યક્તિનો એક કલાક ક્યાં પસાર થઈ જાય છે તેની પણ ખબર પડતી નથી, કારણ કે અહીં એક પછી એક અસંખ્ય પોસ્ટ્સ નજર સમક્ષ આવતી રહે છે. વ્યક્તિ એક પોસ્ટ જોઈને સ્ક્રોલ કરે છે, પછી બીજી, પછી ત્રીજી, અને આમ ઘણી બધી પોસ્ટ્સ જોવામાં સમય વીતી જાય છે. આ બધાની વચ્ચે કેટલીક એવી પોસ્ટ્સ આવે છે જે અનોખી હોય છે અને તેથી જ તે વાયરલ પણ થાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોની ખાસ વાત (Student Cheating Viral Video)

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક યુવકો ચોરી (નકલ) કરવા માટે એકદમ અનોખું દિમાગ લગાવતા નજરે પડે છે. વીડિયોમાં પહેલા જોવા મળે છે કે તેઓ એક કાગળ પર નાના-નાના અક્ષરોમાં જવાબો લખી રહ્યા છે.

Advertisement

Advertisement

કપડાના લેબલમાં નકલ

ત્યારબાદ, તેઓ તે 'ફર્રા' (ચોરીની ચિઠ્ઠીઓ) ને એવી જગ્યાએ છુપાવે છે જે અત્યાર સુધી કોઈએ નહીં કર્યું હોય. કપડાંની અંદર જે લેબલ (જેના પર સૂચનાઓ લખેલી હોય છે) લાગેલા હોય છે, તેની વચ્ચે તેઓ આ ચિઠ્ઠીઓને મૂકીને સ્ટેપલર કરી રહ્યા છે. કદાચ તેમણે કન્ટેન્ટ બનાવવાના હેતુથી આ વીડિયો બનાવ્યો હશે, પરંતુ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે અને લોકોની નકલ કરવાના જુગાડ જોઈને આંખો પહોળી થઈ ગઈ છે.

આ વીડિયો _memes_staar_ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં આ વીડિયો ઘણા લોકોએ જોઈ લીધો છે.

ચાહકોની પ્રતિક્રિયા

વીડિયો જોયા પછી લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું, "બસ આ રીલ અમારા શિક્ષકો સુધી ન પહોંચવી જોઈએ." બીજા યુઝરે લખ્યું, "સાહેબે પણ રીલ જોઈ લીધી હશે." ત્રીજા યુઝરે લખ્યું, "ટીચર પણ આ જોઈ રહ્યા છે, ભાઈ." એક અન્ય યુઝરે પણ એ જ ચિંતા વ્યક્ત કરી કે 'ટીચરે જ જોઈ લીધું હશે.'

આ પણ વાંચો : ઇથોપિયામાં 10 હજાર વર્ષથી શાંત જ્વાળામુખી ફાટ્યો, વૈજ્ઞાનિકોમાં અચરજ

Tags :
Advertisement

.

×