Surat: કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં યુવક-યુવતી જાહેરમાં ભાન ભૂલ્યા
- Surat: કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ બનાવી રીલ
- ભારે વાહનોની અવરજવર વચ્ચે પ્રમોશનલ રીલ બનાવી
- યોગી ચોક પર આવેલા કલેજા ફેશન માટે બનાવ્યો વીડિયો
Surat: કાપોદ્રા બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે પ્રમોશનલ રીલ બનાવી છે. જીન્સના વેચાણ માટે બ્રિજ પર યુવક-યુવતીએ રીલ બનાવી છે. દુકાનના પ્રમોશન માટે ઓવરબ્રિજનો ઉપયોગ કર્યો છે. યોગી ચોક પર આવેલા કલેજા ફેશન માટે વીડિયો બનાવ્યો છે. વાહનોની અવરજવર વચ્ચે રીલ બનાવવી કેટલી યોગ્ય? ટ્રાફિક પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો વીડિયો વાયરલ થયો છે.
કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં ભાન ભૂલ્યા
સુરતમાં કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સ ભાન ભૂલી જતા વિવાદ સર્જાયો છે. કાપોદ્રા વિસ્તારમાં ઓવરબ્રિજ પર જોખમી રીતે બેસી યુવક-યુવતીએ પ્રમોશન માટે વીડિયો બનાવ્યો હતો.
વીડિયોમાં યુવક મસલ્સ બતાવતો અને મોરમોરો લેવાની વાત કરતો
વીડિયોમાં યુવક મસલ્સ બતાવતો અને મોરમોરો લેવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી. યોગીચોક પર આવેલી કલેજા ફેશન નામની દુકાનના પ્રમોશન માટે આ યુવક-યુવતીએ આ ખતરનાક સ્ટંટ કર્યો હતો.
Surat: આનાથી કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત
રીલ બનાવવા માટે બંને મોપેડ લઈને બ્રિજ પર આવ્યા અને ત્યાં જ વચ્ચે ટ્રાફિકને અવરોધીને અલગ-અલગ પોઝમાં બેસીને જીન્સનું વેચાણ કરવા માટે રીલ શૂટ કરવા લાગ્યા હતા. સુરતના તમામ બ્રિજો પર સવાર-સાંજ સતત વાહનોની અવરજવર રહે છે. સામાન્ય સંજોગોમાં બ્રિજ પર થોભવું પણ જોખમી ગણાય ત્યારે રીલ બનાવવી એ ફક્ત ટ્રાફિક નિયમોનો ભંગ નથી, પણ સામાન્ય લોકોની સલામતી માટે પણ મોટો ખતરો છે. આનાથી કોઈ મોટો અકસ્માત પણ સર્જાઈ શક્યો હોત.
આ પણ વાંચો: Gujarat: સોનલબેન ખાખરાવાળાની ફેકટરીમાં આગ લાગી, એલપીજીના સિલિન્ડરો બ્લાસ્ટ થયા