Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સુરતીઓએ તો હદ કરી! Dosa માં બટાકાને બદલે ઉમેર્યો કેરીનો રસ, Video જોઈ માથું પકડી લેશો

Dosa : જો તમે એમ માનતા હોવ કે તમે સ્ટ્રીટ ફૂડના (Street Food) તમામ વિચિત્ર પ્રયોગો જોઈ લીધા છે, તો જરા થોભો. ડાયમંડ સિટી સુરતનો (Surat) એક નવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી ઢોંસાનું (Dosa) સ્વરૂપ જ બદલી નાખ્યું છે.
સુરતીઓએ તો હદ કરી  dosa માં બટાકાને બદલે ઉમેર્યો કેરીનો રસ  video જોઈ માથું પકડી લેશો
Advertisement
  • સુરતમાં Dosa સાથે થયો અજીબોગરીબ પ્રયોગ!
  • બટાકાના બદલે કેરીના રસ વાળો ડોસા વાયરલ
  • ચીઝ અને કેરીના પલ્પનું વિચિત્ર કોમ્બિનેશન
  • સોશિયલ મીડિયા પર લોકોએ ફૂડ વેન્ડરને ટ્રોલ કર્યો
  • ખાણીપીણીના શોખીનો બોલ્યા- "આ ડોસાની હત્યા છે"
  • માત્ર વ્યૂઝ મેળવવા માટે વાનગી બગાડવાનો આક્ષેપ

Dosa : જો તમે એમ માનતા હોવ કે તમે સ્ટ્રીટ ફૂડના (Street Food) તમામ વિચિત્ર પ્રયોગો જોઈ લીધા છે, તો જરા થોભો. ડાયમંડ સિટી સુરતનો (Surat) એક નવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેણે દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી ઢોંસાનું (Dosa) સ્વરૂપ જ બદલી નાખ્યું છે. સુરતના એક ફૂડની લારીવાળાએ ઢોંસામાં જે વસ્તુ ઉમેરી છે તે જોઈને લોકો દંગ રહી ગયા છે.

Dosa : વિચિત્ર ફ્યુઝન ફૂડ સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિક્રેતા લોખંડના તવા પર ઢોંસાનું ખીરું ફેલાવે છે. પરંતુ અહીંથી 'ટ્વિસ્ટ' શરૂ થાય છે. પરંપરાગત બટાકાના શાકને બદલે, તે ઢોંસા પર કેરીના પલ્પનો (Mango Pulp) એક જાડું લેયર  ફેલાવે છે. એટલું જ નહીં, આ મીઠા ઢોંસા પર પુષ્કળ પ્રમાણમાં ચીઝ (Cheese) છીણવામાં આવે છે અને ઉપર કોથમીર ભભરાવીને ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ વિચિત્ર ફ્યુઝન ફૂડને (Fusion Food) જોઈને ઈન્ટરનેટ યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

Advertisement

Advertisement

સર્જનાત્મકતા કે પછી માત્ર વ્યૂઝ મેળવવાની લાલચ?

સોશિયલ મીડિયા યુઝર્સ આ પ્રયોગને 'ઢોંસાની હત્યા' ગણાવી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે રીલ્સ (Instagram Reels) અને શોર્ટ વીડિયોના યુગમાં માત્ર 'શોક વેલ્યુ' (Shock Value) ઉભી કરવા માટે આવા અખતરા કરવામાં આવે છે. અગાઉ પણ સુરતમાં ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich) અને આઈસ્ક્રીમ ભજીયા જેવા પ્રયોગો થઈ ચૂક્યા છે, પરંતુ આ 'મેંગો રસ ઢોંસા' (Mango Ras Dosa) એ ઇન્ટરનેટ પર લોકોના ગુસ્સાનો મધપૂડો છંછેડ્યો છે.

આ પણ વાંચો : Incredible India: ભલે પડે 48 ડિગ્રી ગરમી, હવે વરઘોડામાં નહિ પરસેવો વળે કે નહિ થાક લાગે! જુઓ Video

Tags :
Advertisement

.

×