Switzerland Tour ના એક વર્ષ બાદ મહિલા વિરૂદ્ધ ચોંકાવનારી કાર્યવાહી
Switzerland Tour : સ્વિટ્ઝર્લૅન્ડની સુંદર ખીણોમાં રજાઓ ગાળીને ભારત પરત ફરેલી એક મહિલાને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે લગભગ એક વર્ષ પછી, તેના ઘરે 1 લાખ રૂપિયાનું ટ્રાફિક ચલણ પહોંચ્યું હતું. આ બિલ પોસ્ટ દ્વારા આવ્યું, જેનાથી તે સંપૂર્ણપણે ચોંકી ગઇ હતી. હવે મહિલા એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે, આ દંડ શા માટે લાદવામાં આવ્યો, અને શું તેને ઘટાડી શકાય છે કે, માફ કરી શકાય છે, તે અંગેની માહિતી એકત્ર કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Poan Sapdi હેન્ડલથી આ મદદ માંગતી માહિતી પોસ્ટ કરવામાં આવી છેય
Switzerland Tour, દંડનો ઉપાય શોધવાનો પ્રયાસ
સોશિયલ મીડિયા પોસ્ટમાં, મહિલાએ લખ્યું, "શું વેકેશન પરથી પાછા ફર્યાના મહિનાઓ પછી સ્વિટ્ઝર્લૅન્ડથી કોઈને ટ્રાફિક દંડ મળ્યો છે ? અમારી સફરના લગભગ એક વર્ષ પછી, અમને લગભગ રૂ. 1 લાખનો દંડ મળ્યો." આ પછી, બીજી પોસ્ટમાં, તેમણે લોકો પાસેથી મદદ માંગી અને કહ્યું, "જો કોઈને આવા કેસનો અનુભવ હોય અથવા પ્રક્રિયા ખબર હોય, તો કૃપા કરીને અમને જણાવો. તમારી મદદ અમારા માટે ખૂબ ઉપયોગી થશે." હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Switzerland Tour, નિયમોની જાણકારી હોવી જરૂરી
આ પછી, ઘણા લોકોએ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો, અને વિદેશ પ્રવાસ કરતા ભારતીયોને ત્યાંના ભાડા કરાર અને ટ્રાફિક નિયમોને સારી રીતે સમજવાની સલાહ આપી હતી. લોકોએ કહ્યું કે, વિદેશમાં કાર ભાડે લેતી વખતે, જો ચલણ હોય, તો કંપની દંડમાં તેની ફી ઉમેરીને તમને મોકલે છે. જો આને અવગણવામાં આવે તો, ભવિષ્યમાં વધુ દંડ અથવા વિઝા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?
We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.
— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026
વિઝા મેળવવામાં મુશ્કેલી હોઇ શકે
એક યુઝરે લખ્યું, "મને લાગે છે કે, આ માફી મેળવવી મુશ્કેલ છે. જો તમે તેને લંબાવશો, તો તે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. તેને ઝડપથી ચૂકવવું વધુ સારું છે, નહીં તો શેંગેન વિઝામાં સમસ્યા આવી શકે છે." મહિલાએ જવાબ આપ્યો, "અમે દંડ ચૂકવીશું, પરંતુ અમે વિલંબિત માહિતી માટે લેટ ફીને પડકારવા માંગીએ છીએ." બીજા એક યુઝરે કહ્યું કે, "મને જર્મનીથી 10,000 રૂપિયાનું ચલણ પણ મળ્યું હતું, મેં તે ચૂકવી દીધું, પણ 1 લાખ રૂપિયા ખૂબ વધારે છે."
આ પણ વાંચો - Kitty Party માં ધાર્મિક થીમ રખાતા ઇન્ટરનેટ પર કોન્સેપ્ટ વાયરલ !


