Taj Mahal : તાજમહેલની મુલાકાત (NRI Visit Taj Mahal) સામાન્ય રીતે લાંબા અને આયોજિત પ્રવાસ હોય છે, પરંતુ એક અમેરિકન ઇન્ફ્લુએન્સરે (American Influencer) તેને માત્ર 24 કલાકમાં પૂર્ણ કરીને તેના પ્રત્યેના પાગલપનની સાબિતી આપી છે. અમેરિકન ઇન્ફ્લુએન્સરેની આ અનોખી યાત્રા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Taj Mahal, સમય બગાડ્યો નહીં
ન્યૂ યોર્ક સ્થિત કન્ટેન્ટ ક્રિએટર કેવિન ડ્રોનિયાકે (New York Content Creator - Kevin Droniak) આ પ્રવાસનું આયોજન તેમના એક દિવસના વેકેશન કોન્સેપ્ટના ભાગ રૂપે કર્યું હતું. તેઓએ 15 કલાકની ફ્લાઇટમાં ન્યૂ યોર્કથી દિલ્હીની મુસાફરી (New York To Delhi Flight) કરી હતી, અને 21 માર્ચે રાત્રે 9:30 વાગ્યે ભારત પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા પછી, તેઓએ સમય બગાડ્યો નહીં, અને સીધા આગ્રા માટે કેબ કરી લીધી હતી. ચાર કલાકની મુસાફરી પછી, તેઓ સવારે 2 વાગ્યે આગ્રા પહોંચ્યા હતા. જ્યાં થોડો આરામ કર્યા પછી, તેઓ સવારે તાજમહેલ જોવા માટે રવાના થયા હતા. વીડિયોમાં, તેઓ તાજમહેલને પ્રેમનું સૌથી મોટું પ્રતીક ગણાવે છે.
આ પણ વાંચો ------------ Rajasthan : ઉર્જા સંકટ વચ્ચે યુવકે કારને ડીઝલથી નવડાવવી ! સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા 2ની ધરપકડ
Taj Mahal, બેબી તાજની મુલાકાત લીધી
આ ટૂંકી યાત્રા દરમિયાન, તેમણે માત્ર તાજમહેલ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોની સુંદરતાને પણ માણી હતી. તેમણે ઈ-રિક્ષામાં શહેરનો પ્રવાસ કર્યો હતો, અને ઉત્તર ભારતીય ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમણે ઇતિમાદ-ઉદ-દૌલા (જે "બેબી તાજ" (Baby Taj) તરીકે ઓળખાય છે) ની કબરની પણ મુલાકાત લીધી.
રોકવાનો પ્રયાસ કર્યો
જ્યારે તે દિલ્હી પાછા ફરવા માટે તૈયાર હતો, ત્યારે તેને ખબર પડી કે તેની ટ્રેન રદ થઈ ગઈ છે. જો કે, તેણે હાર ન માની, અને તરત જ કેબ બુક કરાવી, અને સમયસર એરપોર્ટ પહોંચી ગયો હતો. વીડિયોમાં, તેણે મજાકમાં કહ્યું, "ભારત મને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હવે ઘરે જવાનો સમય આવી ગયો છે."
થકવી નાંખનારો પ્રવાસ
આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે. લોકો આ સફરને પાગલપનભર્યો અને અદ્ભુત કહી રહ્યા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, આ પ્રવાસ ખૂબ જ થકવી નાખનારો હશે, જ્યારે અન્ય લોકોએ તેને એક રોમાંચક અને અનોખો અનુભવ ગણાવ્યો હતો.
આ પણ વાંચો ------------ Emotional Vidai : લગ્નની વિદાયમાં દુલ્હન પર પાલતુ શ્વાને મન ભરીને પ્રેમ વરસાવ્યો !