પંજાબમાં 'તાલિબાની સજા', ચોરીની શંકામાં માતા અને ત્રણ પુત્રીઓના ચહેરા કાળા કરીને પરેડ કરાવી
- પંજાબના લુધિયાણામાં એક શરમજનક ઘટના સામે આવી
- ચોરીની શંકામાં એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના ચહેરા કાળા કરીને પરેડ કરાવી
- "હું ચોર છું" લખેલા પ્લેકાર્ડ ગળામાં લટકાવ્યા
- પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી
Disgusting incident in Ludhiana : પંજાબના લુધિયાણામાં 'તાલિબાની સજા' સંબંધિત એક ઘૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરીની શંકામાં એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના ચહેરા કાળા કરીને અને ગળામાં "હું ચોર છું" લખેલા પ્લેકાર્ડ લગાવીને પરેડ કરાવવામાં આવી હતી. આ ઘટના મહિલાઓ જ્યાં કામ કરતી હતી ત્યાંની છે. ફેક્ટરીમાંથી કપડાં ચોરી કરવાની શંકાના આધારે મહિલાઓને સજા આપવામાં આવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને ફેક્ટરી માલિક સહિત બે લોકોની ધરપકડ કરી. વીડિયો બનાવનાર ત્રીજો આરોપી ફરાર છે.
શું કહ્યું પોલીસે ?
પોલીસના જણાવ્યા અનુસાર, ફેક્ટરી માલિક, મેનેજર અને અન્ય એક વ્યક્તિ (જેણે ઘટનાનો વીડિયો બનાવ્યો હતો) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ફેક્ટરી પરિસરમાં મહિલાઓને બંધક બનાવી, તેમના ચહેરા કાળા કર્યા અને તેમના ગળા પર "હું ચોર છું. હું મારી ભૂલ સ્વીકારું છું" લખેલા પ્લેકાર્ડ પહેરાવીને પરેડ કરાવી હતી.
આ પણ વાંચો : ગર્લ્સ હોસ્ટેલમાં ત્રણ દિવસ રોકાયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર, પછી થઇ ગયો મોટો કાંડ
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, આ શરમજનક ઘટના પર વ્યાપક ગુસ્સો જોવા મળ્યો છે. આ પછી, પોલીસે કાર્યવાહી કરી અને ફેક્ટરી માલિક પરમિંદર સિંહ, મેનેજર મનપ્રીત સિંહ અને વીડિયો બનાવનાર મોહમ્મદ કેશ વિરુદ્ધ કેસ નોંધ્યો. પોલીસે જણાવ્યું કે, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ફેક્ટરી માલિક પણ છે.
Ludhiana, Punjab: In Ludhiana, a mother and her three daughters were humiliated for allegedly stealing clothes from a factory. They were forced to wear 'thief' posters, their faces blackened, and a viral video sparked outrage pic.twitter.com/B2ja2OBbOQ
— IANS (@ians_india) January 22, 2025
r: #313131;">
તાલિબાની સજા
આ ઘટનાને લઈને રાજ્યભરમાં ગુસ્સો છે. પંજાબ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ કંવરદીપ સિંહે આ ઘટનાનું સ્વતઃ ધ્યાન લીધું અને તેને "તાલિબાની સજા" ગણાવી. તેમણે તેને બાળકોના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું અને લુધિયાણા પોલીસ કમિશનરને આ મામલે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી. પંજાબ રાજ્ય મહિલા આયોગે પણ આ ઘટના પર કડક વલણ અપનાવ્યું અને જિલ્લા વહીવટીતંત્રને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો : પટનાના મોકામામાં બાહુબલી અનંત સિંહના કાફલા પર ફાયરિંગ, સોનુ-મોનુ ગેંગ પર આરોપ