ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખુલ્લી ગટરમાં આખુ બાઈક ગરકાવ....!!! નેટિઝન્સે મજા લેવાની સાથે વહીવટી તંત્રને પણ ભાંડ્યુ

એક બાઈક સવાર ખુલ્લી ગટરમાં પડી જાય છે. આ ઘટનાના માત્ર 2 જ સેકન્ડમાં આખુ બાઈક ગટરની અંદર ગરકાવ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે જેમાં કેટલાક યુઝર્સ વહીવટી તંત્રને ભાંડી પણ રહ્યા છે.
07:57 PM Mar 26, 2025 IST | Hardik Prajapati
એક બાઈક સવાર ખુલ્લી ગટરમાં પડી જાય છે. આ ઘટનાના માત્ર 2 જ સેકન્ડમાં આખુ બાઈક ગટરની અંદર ગરકાવ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ રંગ બે રંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે જેમાં કેટલાક યુઝર્સ વહીવટી તંત્રને ભાંડી પણ રહ્યા છે.
Open drain Bike Accident

Viral Video: રોડની વચોવચ વહીવટી તંત્રની આળસ અને લાલીયાવાડીને લીધે ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખવામાં આવ્યું હોય છે. આ માર્ગ પર ખુલ્લી ગટર પાસેથી બેરોકટોક વાહનો પસાર થઈ રહ્યા છે. એક બાઈક સવાર ખુલ્લી ગટરમાં પડી જાય છે. આખુ બાઈક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ જાય છે તે ઘટના કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

માર્ગ સલામતી પર ઉઠ્યા અનેક સવાલોઃ

બાઈક સવાર ખુલ્લી ગટરમાં પડી જવાનો વીડિયો વાયરલ થયો તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સરકારના વહીવટી તંત્રની લાપરવાહીને લીધે બાઈક સવાર અકસ્માતગ્રસ્ત થયો છે. આ વીડિયોના કોમેન્ટ સેકશનમાં કેટલાક યુઝર્સ મોજ પણ લઈ રહ્યા છે જ્યારે કેટલાક યુઝર્સે માર્ગ સલામતી પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચોઃ OMG : જ્યારે યમરાજ બ્રેક પર ગયા હોય ત્યારે કંઈક આવું બને, જુઓ Video

Open drain,
Biker accident,

આ જોખમનું જવાબદાર કોણ ?

આપણા દેશમાં માર્ગ સલામતી બહુ મોટી સમસ્યા છે. અવારનવાર ઠેર ઠેર ખોદકામો, ખુલ્લા ખાડા અને ગટરોને લીધે અકસ્માતો થતા રહે છે. જેમાં ઘણીવાર નાગરિકો ઈજાગ્રસ્ત થાય છે કેટલાક કિસ્સાઓમાં તો જીવ પણ ખોવાનો વારો આવે છે. રાત્રે અથવા ઓછી વિઝિબિલિટીના સમયે આવા અકસ્માતો જીવલેણ બની જાય છે. આવા જોખમને લીધે નિર્દોષ નાગરિકોને જાન-માલનું નુકસાન થાય છે. આવા જોખમનું જવાબદાર કોણ ? આ પ્રશ્ન સતત હતો...છે....અને રહેશે.

યુઝર્સની રંગ બે રંગી કોમેન્ટ્સઃ

એક યુઝરે તાજેતરની ઘટનાને ધ્યાને લખીને કહ્યું કે, આ મુદ્દો કોમેડિયનના નિવેદનો કરતાં મોટો છે. બીજા યુઝરે લખ્યું, આ નગરપાલિકાની ભૂલ છે. મોટો અકસ્માત થઈ શકે છે પણ જનતાની કોને ચિંતા છે. ભગવાનનો આભાર કે બાઈક સવાર સુરક્ષિત છે. ત્રીજા યુઝરે લખ્યું કે, બીજા કોઈ વિકસિત દેશમાં આ ઘટના ઘટી હોત તો બાઈક સવારને સરકાર તરફથી સેંકડો રૂપિયાનું કમ્પનસેસન મળત.

આ પણ વાંચોઃ  હાથી મેરે સાથી...!!! મૃત્યુશૈયા પર રહેલા મહાવતને મળવા હાથી આવ્યો હોસ્પિટલમાં

Tags :
Biker accidentGovernment negligenceGujarat FirstGUJARAT FIRST NEWSMunicipality responsibilityOpen drainOpen drain hazardPublic SafetyRoad HazardsROAD SAFETYSocial Media ReactionsTraffic Safetyviral video
Next Article