ભારતમાં અમેરિકન રાજદૂતનો છેલ્લો અને યાદગાર 'વીડિયો સંદેશ'
- ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે
- ભારત છોડતા પહેલા તેમણે એક વીડિયો સંદેશ જારી કર્યો છે
- તેમણે એક વીડિયો સંદેશ દ્વારા પોતાના અનુભવો અને યાદગાર ક્ષણો શેર કરી છે
Video message from Eric Garcetti : ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સમયાંતરે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને આદર જોવા મળ્યો છે. તેમને ભારત પ્રત્યે ખાસ લગાવ છે. આ જ કારણ છે કે, દેશ છોડતા પહેલા તેમણે એક વીડિયો સંદેશ દ્વારા પોતાના અનુભવો અને યાદગાર ક્ષણો શેર કરી છે. આ વીડિયોમાં તેમણે ભારત તરફથી મળેલા પ્રેમ અને આદરનો ઉલ્લેખ કર્યો છે. તેમના વીડિયોમાં ભારત પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. વિડીયોના અંતે તેમણે કહ્યું, ''પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!'
આ દેશને અલવિદા કહેવું ખૂબ જ દુઃખદ છે
ભારતને એક અદ્ભુત દેશ ગણાવતા, એરિક ગારસેટ્ટીએ કહ્યું કે, 26મા યુએસ રાજદૂત તરીકે સેવા આપ્યા પછી, આ દેશને અલવિદા કહેવું ખૂબ જ દુઃખદ છે. તમે મને બીજું ઘર આપ્યું છે, મિત્રો અને યાદો જે જીવનભર રહેશે. હું અહીંથી એક રાજદૂત કરતા પણ વધારે કઈક બનીને જઈ રહ્યો છું. હું #USIndiaFWDfortheFuture નો કાયમી મિત્ર અને સમર્થક બનીને જઈ રહ્યો છું. મારા પ્રિય ભારત, તમે ફક્ત અદ્ભુત જ નથી, તમે અવિસ્મરણીય પણ છો.
આ પણ વાંચો : પંજાબમાં 'તાલિબાની સજા', ચોરીની શંકામાં માતા અને ત્રણ પુત્રીઓના ચહેરા કાળા કરીને પરેડ કરાવી
આ દેશ મને ઘર જેવો લાગ્યો
એરિક ગારસેટ્ટીએ કહ્યું, પ્રિય ભારત, જ્યારે મેં 26મા યુએસ એમ્બેસેડર તરીકે અહીં પગ મૂક્યો, ત્યારે આ દેશ મને ઘર જેવો લાગ્યો. એક જૂનો ફોટોગ્રાફ બતાવતા તેમણે કહ્યું, જ્યારે હું પહેલી વાર ભારત આવ્યો ત્યારે હું બાળક હતો. ભારત અને ભારતીયોએ દિલ જીતી લીધુ. દુનિયામાં સૌથી વધુ સત્કાર કરનારા લોકોનો હું કેવી રીતે આભાર માનું? તમારી મિત્રતા અને ખુશમિજાજ મારા હૃદયને સ્પર્શી ગઈ.
As I bid farewell to India after serving as the 26th U.S. Ambassador to this amazing country, my heart is full. You’ve given me a second home, a family of friends, and memories that will last a lifetime. Today, I leave as more than an ambassador—I leave as a lifelong friend and… pic.twitter.com/FEB6YqoRlm
— U.S. Ambassador to India (@USAmbIndia) January 19, 2025
વિદ્યાર્થીઓએ મને ભવિષ્ય માટે આશા આપી
એરિક આગળ કહે છે, તમે મારૂ દરેક જગ્યાએ સ્વાગત કર્યું. તમે તમારા ઘરો, પ્રાર્થના સ્થળો અને શાળાઓમાં આવવાની મને તક આપી. દરરોજ હું ઘણા લોકોને મળતો જેમણે મને પ્રભાવિત કર્યો. ભારતના વિદ્યાર્થીઓએ મને ભવિષ્ય માટે આશા આપી છે. અહીંના વેપારીઓ આગળ શું થવાનું છે તે અંગે ઉત્સાહિત છે. ભારતીય તહેવારોના રંગોમાં ડૂબેલા એરિક આગળ કહે છે, તમારા તહેવારો, સંગીત, કલા અને તમારા ભોજને મારા હૃદય પર અમીટ છાપ છોડી છે.
આ પણ વાંચો : Telangana : રસ્તા પર બે ઓટો ચાલકોએ એકબીજા પર છરી મારી, લોકો તમાશો જોતા રહ્યા; એકનું મોત થયું