Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kamal Haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું

કમલ હાસન (Kamal Haasan) ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને દર્શકોએ વધાવી લીધું છે. ફેન્સ 70 વર્ષીય Kamal Haasan ના વખાણ કરતા થાકતા નથી. વાંચો વિગતવાર
kamal haasan ની અપકમિંગ ફિલ્મ ઠગલાઈફનું ટ્રેલર લોન્ચ થતાં વેત વાયરલ થયું
Advertisement
  • Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
  • ટ્રેલર રિલીઝ થતાં જ વાયરલ થયું છે
  • ફેન્સ Kamal Haasan ની સ્ક્રીન પ્રેઝન્સને વખાણી રહ્યા છે

Kamal Haasan : ખ્યાતનામ દિગ્દર્શક મણિરત્નમ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ અને કમલ હાસન (Kamal Haasan) ની મચઅવેટેડ ફિલ્મ ઠગ લાઈફ (Thug Life) નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ટ્રેલર લોન્ચ થતાં જ વાયરલ થઈ ગયું છે. દર્શકોએ આ ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. દર્શકો Kamal Haasan ના અભિનય અને ડાયલોગની બેમોઢે પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ Thug Life માં કમલ હાસનનો એક અલગ અવતાર અને તેમની ધાંસુ એક્શન જોવા મળશે.

ટ્રેલરમાં શું દર્શાવ્યું છે ?

ફિલ્મ Thug Life ના ટ્રેલરમાં ફિલ્મ વિશેના પ્લોટની ઝલક જોવા મળે છે. જેમાં ફિલ્મની વાર્તા રંગરાય શક્તિવેલ નાયકન વિશે છે, જે ગુનાખોરીની દુનિયામાં નાયકન તરીકે પ્રખ્યાત હોય છે. Kamal Haasan પોતાના બધા કામની જવાબદારી પોતાના પુત્રને સોંપે છે પણ એ જ દીકરો તેને દગો આપે છે. ત્યારબાદ પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ આ ફિલ્મ અનેક ટ્વિસ્ટ અને ડિફરન્ટ એન્ગલથી ભરપૂર હશે તે ચોક્કસ છે. મણિરત્નમની ફિલ્મ 'નાયકન'માં કમલ હાસને શક્તિવેલનું પાત્ર ભજવ્યું હતું. જે ખૂબ પ્રખ્યાત થયું હતું. આ ફિલ્મ 1987માં રિલીઝ થઈ હતી. હવે 38 વર્ષ પછી બંને 'ઠગ લાઈફ'માં સાથે આવ્યા છે. ટ્રેલરમાં એક જગ્યાએ Kamal Haasan નો ડાયલોગ છે કે, આ યમરાજ અને મારી વચ્ચેની કહાની છે. આ ડાયલોગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઠગ લાઈફ ફિલ્મ 5 જૂનના રોજ સમગ્ર ભારતમાં થીયેટર્સમાં રિલીઝ થશે.

Advertisement

આ પણ વાંચોઃ Dhamaal-4 : ધમાચકડી મચાવતી Ajay Devgan સ્ટારર ધમાલ-4ની રિલીઝ ડેટ કરાઈ જાહેર

Advertisement

વાયરલ થયું ટ્રેલર

Thug Life ફિલ્મના 2 મિનિટ લાંબા હિન્દી ટ્રેલરને એક દિવસમાં 23 લાખથી વધુ લોકોએ જોયું છે. આ ફિલ્મના ટ્રેલર જોયા બાદ દર્શકો કમલ હાસનની તારીફ કરતી કોમેન્ટ્સનો મારો ચલાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 70 વર્ષે પણ કમલ હાસન તબાહી મચાવી રહ્યા છે. બીજા યુઝરે લખ્યું કે, Kamal Haasan ની સ્ક્રીન પ્રેઝન્સ કમાલની છે. ત્રીજા યુઝરે લખ્યું કે, એકશન સીકવન્સ જબરદસ્ત છે કમલ હાસનનું સ્થાન કોઈ ના લઈ શકે. ઉલ્લેખનીય છે કે ઠગ લાઈફમાં કમલ હાસન સિવાય ત્રિશા ક્રિષ્નન, સિલમ્બરાસન, મહેશ માંજરેકર અને અલી ફઝલ છે. આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ  MI-8 : ટ્રોમ ક્રુઝની 'મચઅવેટેડ' ફિલ્મને રિલીઝ અગાઉ 'મચકોડ'...!!!

Tags :
Advertisement

.

×