Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સર્કસની મજા માણતા લોકો વચ્ચે અચાનક પોહોંચી ગયો ખૂંખાર વાઘ, જુઓ રદય કંપાવતો VIDEO!

મનોરંજનના નામે જ્યારે મોત પ્રેક્ષકોની સાવ નજીક આવી જાય, ત્યારે કેવી સ્થિતિ સર્જાય તે આ ઘટના પરથી સમજી શકાય છે. રશિયામાં સર્કસનો એક શો ત્યારે સ્તબ્ધતામાં ફેરવાઈ ગયો જ્યારે સુરક્ષાનું કવચ તોડીને એક ખતરનાક શિકારી પ્રેક્ષકોની હરોળમાં ટહેલવા લાગ્યો. લોકોના શ્વાસ થંભી ગયા અને નજર સામે સાક્ષાત્ કાળ દેખાવા લાગ્યો.
સર્કસની મજા માણતા લોકો વચ્ચે અચાનક પોહોંચી ગયો ખૂંખાર વાઘ  જુઓ રદય કંપાવતો video
Advertisement
  • સર્કસમાં મોતનો સાક્ષાત્કાર: વિશાળ વાઘ સુરક્ષા કવચ તોડી પ્રેક્ષકો વચ્ચે ઘૂસ્યો!
  • રશિયાના રોસ્ટોવ-ઓન-ડોન શહેરમાં ચાલતા સર્કસમાં સર્જાયો ભયાનક અકસ્માત
  • વાઘના એક્ટ દરમિયાન અચાનક સેફ્ટી નેટ તૂટતા પ્રેક્ષકોના જીવ જોખમમાં મુકાયા
  • પાંજરામાંથી બહાર નીકળી વાઘ સીધો લોકોની બેસવાની જગ્યા પર ચઢી ગયો
  • એનાઉન્સરની સૂચના મુજબ લોકો સ્થિર રહ્યા અને ટ્રેનર્સે વાઘને માંડ કાબૂમાં લીધો
  • સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પરંતુ સર્કસની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો

Scary Scene in Circus: સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. સામાન્ય રીતે આપણે સર્કસમાં વાઘ અને સિંહના ખેલ જોતા હોઈએ છીએ, પરંતુ રશિયામાં (Russia) એક ખેલ દરમિયાન જે બન્યું તેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. મનોરંજન માટે આવેલા લોકોના શ્વાસ ત્યારે અધ્ધર થઈ ગયા જ્યારે એક ખતરનાક વાઘ (Tiger) સીધો દર્શકોની વચ્ચે પહોંચી ગયો.

Circus માં કેવી રીતે બની આ ઘટના?

આ હૃદયદ્રાવક ઘટના રશિયાના રોસ્ટોવ-ઓન-ડોન (Rostov-on-Don) શહેરના નાગિબિન એવન્યુ પર સ્થિત એક ટ્રાવેલિંગ સર્કસમાં બની હતી. શનિવારની સાંજે જ્યારે સર્કસનો શો ચાલતો હતો અને વાઘનો કરતબ બતાવવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક સુરક્ષા માટે લગાવેલી નેટ (Safety Net) તૂટી પડી હતી. નેટ તૂટતાની સાથે જ વિશાળ વાઘ પાંજરામાંથી બહાર નીકળી સીધો પ્રેક્ષકો જે સીટ પર બેઠા હતા ત્યાં પહોંચી ગયો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે વાઘ આરામથી પ્રેક્ષકોની સીટો વચ્ચે ફરી રહ્યો છે, જેના કારણે ત્યાં બેઠેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

Advertisement

તણાવપૂર્ણ સ્થિતિ અને બચાવ

આ કપરી પરિસ્થિતિ દરમિયાન સર્કસમાં એનાઉન્સમેન્ટ કરનાર વ્યક્તિ સતત લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યો હતો. લોકો ગભરાઈને ભાગવાને બદલે પોતાની જગ્યાએ સ્થિર રહ્યા, જે ઘણો સારો નિર્ણય સાબિત થયો. થોડી જ વારમાં સર્કસના ટ્રેનર્સ (Animal Trainers) ત્યાં પહોંચી ગયા હતા. ટ્રેનર્સે કોઈપણ પ્રકારની ઉતાવળ કે બૂમબરાડા કર્યા વગર ખૂબ જ શાંતિથી વાઘને કાબૂમાં લીધો અને તેને સુરક્ષિત રીતે પાંજરામાં પરત લાવ્યા હતા. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.

Advertisement

સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સ આને "મોત સાથેની રમત" ગણાવી રહ્યા છે. પ્રાણી પ્રેમીઓ અને સામાન્ય જનતા સર્કસમાં જંગલી પ્રાણીઓના (Wild Animals) ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગમે તેટલી સુરક્ષા હોય, જંગલી જાનવરો સાથેના ખેલ ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો; Bengal અને Tamil Nadu માં મતદાનના તમામ રેકોર્ડ તૂટ્યા, બંગાળમાં 91.83% ઐતિહાસિક વોટિંગ

Tags :
Advertisement

.

×