Top Viral Faces 2025 : શું તમને યાદ છે આ ચહેરાઓ? 2025માં આ થયા છે ખૂબ વાયરલ
- top Viral Faces 2025 :2025માં આ 5 ચહેરાઓની ચમકી કિસ્મત
- મહાકુંભના 'IIT બાબા' એ ભૌતિકવાદ અને આધ્યાત્મ પર જગાવી ચર્ચા
- રુદ્રાક્ષ વેચતી મોનાલિસા તેની સુંદરતાના કારણે રાતોરાત બની સ્ટાર
- ગાયક રાજુ કલાકારના હૃદયસ્પર્શી ગીતો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ
- 'બિસ્કૂટ' મીમ ફેમ શાદાબ જકાતીએ રીલ્સની દુનિયામાં મચાવી ધૂમ
top Viral Faces 2025 : વર્ષ 2025 હવે પૂર્ણાહુતિ તરફ છે ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી રાતોરાત સ્ટાર બનેલા કેટલાક ચહેરાઓએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે સામાન્ય વ્યક્તિઓને અસાધારણ ખ્યાતિ અપાવી છે. આધ્યાત્મિક વિચારો હોય કે અદભૂત ગાયકી, આ વર્ષે વાયરલ થયેલા પાંચ એવા ચહેરાઓ છે જેમણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી.
મહાકુંભના 'IIT બાબા' અને તેમની ચર્ચા
વર્ષ 2025માં સૌથી વધુ ચર્ચિત ચહેરો એટલે 'IIT બાબા'. મહાકુંભ દરમિયાન ચર્ચામાં આવેલા IITના પૂર્વ વિદ્યાર્થી અને હવે સંન્યાસી બનેલા આ શખ્સના જીવન પ્રત્યેના દાર્શનિક અભિગમે લાખો લોકોને પ્રભાવિત કર્યા. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેમના વૈરાગ્ય અને આધુનિક તણાવ મુક્તિના વિડિયો વાયરલ થયા, જોકે તેમની સાથે જોડાયેલા કેટલાક વિવાદોએ પણ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિભાવો જગાડ્યા હતા.
View this post on Instagram
મોનાલિસા: સુંદર આંખો અને મોડેલિંગની સફર
મહાકુંભમાં જ રુદ્રાક્ષ વેચતી મોનાલિસા તેની કુદરતી સુંદરતા અને ભાવપૂર્ણ આંખોને કારણે રાતોરાત વાયરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેની સરખામણી જૂના જમાનાની ફિલ્મી અભિનેત્રીઓ સાથે કરવામાં આવી. આ વાયરલ પ્રસિદ્ધિએ તેને મોડેલિંગ અને મોટી બ્રાન્ડ્સ તરફથી ઓફરો અપાવી, જે ડિજિટલ યુગની શક્તિ દર્શાવે છે.
View this post on Instagram
ગાયક રાજુ કલાકારનો જાદુઈ અવાજ
રાજુ કલાકારે સાબિત કર્યું કે પ્રતિભા ક્યારેય સંતાઈ રહેતી નથી. 'તુને દિલ પે ચલાઈ છુરિયાં' જેવા ગીતો ગાતા રાજુના વિડિયો સોશિયલ મીડિયા પર તોફાનની જેમ વાયરલ થયા. તેની સાદગી અને ભાવુક ગાયકીએ લોકોના દિલ જીતી લીધા, જેના કારણે તેને રાષ્ટ્રીય મીડિયામાં સ્થાન મળ્યું અને મોટા મંચ પર પ્રદર્શન કરવાની તક પણ મળી.
View this post on Instagram
શાદાબ જકાતી અને 'બિસ્કૂટ' મીમ
'10 રૂપિયાવાળું બિસ્કૂટ કેટલાનું છે જી!' આ એક ડાયલોગે 2025માં રીલ્સની દુનિયામાં ધૂમ મચાવી હતી. શાદાબ જકાતી આ મીમને કારણે એટલા પ્રખ્યાત થયા કે જાણીતા સિંગર બાદશાહ સાથે પણ તેમની રીલ વાયરલ થઈ હતી.
View this post on Instagram
કચરો વીણતા 'ધૂમ'ની અનોખી પ્રતિભા
વર્ષ 2025ના અંતમાં કચરો વીણીને ગુજરાન ચલાવતા 'ધૂમ' નામના બાળકના ગાયકીના વિડિયોએ સૌના દિલ જીત્યા. તેના 'ક્રિશ કા સુનેગા..' અંદાજે તેને ઇન્ટરનેટ પર સેલિબ્રિટી બનાવી દીધો અને ઘણા લોકો તેની મદદ માટે પણ આગળ આવ્યા.
આ પણ વાંચો : Bollywood Controversies 2025 : બોલિવૂડના એ 4 વિવાદો જેણે સોશિયલ મીડિયા પર મચાવ્યો હતો હંગામો


